IPL 2024

IPL Ticket Booking 2024: CSK vs RCB મેચનું ટિકિટ બુકિંગ શરૂ, જાણો ટિકિટ ખરીદવા વિશેના નિયમો

IPL Ticket Booking 2024: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPL 2024 ની શરૂઆતની મેચ માટે ઓનલાઈન ટિકિટનું વેચાણ સોમવાર, 18 માર્ચથી શરૂ થશે

whatsapp banner

સ્પોર્ટ્સ ડેસ્ક, 19 માર્ચઃ IPL Ticket Booking 2024: IPL 2024ની પ્રથમ મેચ માટે ટિકિટ બુકિંગ શરૂ થઈ ગયું છે. આ સીઝનની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 22 માર્ચે રમાશે. ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સિઝનની ઓપનિંગ સેરેમની પણ 22 માર્ચે યોજાશે. 

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની સત્તાવાર વેબસાઇટે જાહેરાત કરી છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPL 2024 ની શરૂઆતની મેચ માટે ઓનલાઈન ટિકિટનું વેચાણ સોમવાર, 18 માર્ચથી શરૂ થશે. ચાહકો સવારે 9:30 વાગ્યાથી ટિકિટ ખરીદી શકશે.

તમે CSK અને RCBની મેચ માટે ઓનલાઈન ટિકિટ ખરીદી શકો છો. આ માટે તમે Paytm Insider અથવા બુક માય શોની મુલાકાત લઈ શકો છો. 

આ પણ વાંચોઃ Tree Counting By AMC: AMC દ્વારા GPS પધ્ધતિથી વૃક્ષની ઉંમર,વૃક્ષમાં જોવા મળતા રોગ સહિતની માહિતી મેળવવામાં આવશે

ટિકિટ ખરીદવા અંગેના નિયમો 

  • તમે એક સમયે માત્ર બે ટિકિટ ખરીદી શકશો. 
  • તમે તમારી અનુકૂળતા મુજબ પેમેન્ટ મોડ પસંદ કરી શકો છો. 
  • તમને એકવાર ટિકિટ પસંદ કર્યા પછી, 7 મિનિટનો સમય આપવામાં આવશે, જો ટિકિટ 7 મિનિટની અંદર પેમેન્ચ નહીં થાય તે તે કાર્ટમાંથી હટી જશે. 

Paytm Insider અનુસાર, એક વ્યક્તિ બેથી વધુ ટિકિટ ખરીદી શકતો નથી. જ્યારે બુક માય શોએ ટિકિટ બુકિંગ સંપૂર્ણપણે બંધ કરી દીધું છે.

સ્ટેન્ડ  કિંમતક્યાં ખરીદવી 
C,D,E (લોવર)1700 ઓનલાઇન
I,J,K (અપર)4000ઓનલાઇન 
I,J,K (લોઅર)4500ઓનલાઇન 
C, D, E (અપર)4000ઓનલાઇન 
KMK ટેરેંસ7500ઓનલાઇન

આ પણ વાંચોઃ Stock Market Tips: માર્કેટ બંધ થયા બાદ પણ તમે ટ્રાન્ફર કરી શકો છો શેર? જાણો શું છે પદ્ધતિ

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો