cotton farming

vadodara district farming: વડોદરા જિલ્લામાં ખરીફ મોસમમાં 15 પ્રકારના પાકોનું વાવેતર થયું

vadodara district farming: વડોદરા જિલ્લામાં ખરીફ મોસમમાં ૧,૩૨,૨૮૭ હેકટર જમીનમાં ધાન્ય કઠોળ તેલીબિયાં અને કપાસ સહિત ૧૫ પ્રકારના પાકોનું વાવેતર થયું

  • vadodara district farming: સહુથી વધુ ૬૯,૯૭૪ હેક્ટરમાં સફેદ સોનું ગણાતા કપાસનું વાવેતર

ચોમાસું પાકોનું વાવેતર

અહેવાલ: સુરેશ મિશ્રા
વડોદરા, ૨૭ જુલાઈ:
vadodara district farming: સારા વરસાદને પગલે વડોદરા જિલ્લામાં કૃષિ સક્રિયતા વધી છે અને જિલ્લાની ખેતીલાયક પૈકી ૧,૩૨,૨૮૭ હેકટર જમીનમાં ધાન્ય, કઠોળ, તેલીબિયાં અને કપાસ સહિત વિવિધ ૧૫ પ્રકારના કૃષિ પાકો લહેરાઈ રહ્યાં છે. જો કે નોંધપાત્ર વાવેતર કપાસ, ડાંગર, તુવેર, સોયાબીન, શાકભાજી અને ઘાસચારાનું છે અને અન્ય પાકોનું વાવેતર ઓછું છે.

Vadodara district farming, cotton, Banana

જિલ્લા ખેતીવાડી અધિકારી નીતિન વસાવાએ જણાવ્યું કે,જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં પ્રથમ વરસાદ થઈ ચૂક્યો છે ત્યારે વાવેતર ની પ્રવૃત્તિ વેગવાન બનવાની આશા છે.યાદ રહે કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વડોદરા જિલ્લાના કુલ વાવેતર વિસ્તાર પૈકી ખરીફ એટલે કે ચોમાસું મોસમમાં સરેરાશ ૨,૫૪,૩૬૭ હેકટર જમીનમાં પાકો લેવામાં આવ્યા હતા.તેના અનુસંધાને કહી શકાય કે આ વર્ષે અત્યાર સુધીમાં ઉપરોક્ત સરેરાશના ૫૦ ટકાથી વધુ જમીનમાં વાવેતર વર્તમાન ખરીફ મોસમમાં થઈ ચૂક્યું છે.

આ પણ વાંચો…

Mirabai chanu as ASP: મણિપુરના સીએમએ કરી ઘોષણા: મીરાબાઈ ચાનુની ASP તરીકે નિમણૂંક- વાંચો વિગત

Assam Mizoram Border: કેન્દ્ર સરકારે બંને રાજ્યની સરહદે CRPFને તૈનાત, 50 પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત- એસપી ICUમાં સારવાર હેઠળ- વાંચો વિગત

જિલ્લામાં સહુથી વધુ ૬૯,૯૭૪ હેક્ટરમાં સફેદ સોનાનું એટલે કે વ્હાઇટ ગોલ્ડ તરીકે ઓળખાતા કપાસનું વાવેતર ખેડૂતોએ કર્યું છે.કપાસનું વાવેતર જિલ્લાના ખરીફ મોસમના કુલ વાવેતરના ૫૦ ટકાથી વધુ છે એ પણ આંકડાઓ પરથી ફલિત થાય છે.

Vadodara district farming, cotton

નીતિન વસાવાએ જણાવ્યું કે,વર્તમાન મોસમમાં જિલ્લામાં વધતા ઓછા પ્રમાણમાં ધાન્ય પાકોમાં ડાંગર,બાજરી,જુવાર અને મકાઈ,કઠોળ પાકોમાં તુવેર, મગ અને અડદ, તેલીબિયાંમાં મગફળી,તલ, સોયાબીન અને દિવેલાનું, કપાસ, ગુવાર, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે.

Vadodara district farming, cotton

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

આ પૈકી નોંધપાત્ર વાવેતરની વાત કરીએ તો સહુથી વધુ ૬૯૯૭૪ હેક્ટરમાં કપાસ, ૧૭૫૪૮ હેક્ટરમાં તુવેર,૧૬૧૪૫ હેક્ટરમાં ઘાસચારો, ૧૨૭૭૬ હેક્ટરમાં શાકભાજી,૯૨૯૮ હેક્ટરમાં સોયાબીન અને ૫૯૩૦ હેક્ટરમાં ડાંગર વાવવામાં આવી છે. જિલ્લામાં તેલીબિયાં પાકોમાં પરંપરાગત મગફળી,તલની જગ્યાએ સોયાબીનનું વાવેતર નોંધપાત્ર પ્રમાણમાં વધ્યું છે.