abvp press

Vidhyarthi sagathan: અભાવિપ ગુજરાત હાથ ધરશે સદસ્યતા અભ્યાન, ગુજરાત માં કરશે ૬ લાખ વિદ્યાર્થીઓ ની સદસ્યતા

Vidhyarthi sagathan: વર્ષ 2021-22 માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દેશભરમાં 1 કરોડ વિદ્યાર્થી સદસ્યો અને ગુજરાત માં 6 લાખ સદસ્યો બનાવવાના લક્ષ્ય સાથે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ મેદાને ઉતારશે

અમદાવાદ, 01 સપ્ટેમ્બરઃ Vidhyarthi sagathan: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 1949 થી કાર્યરત વિશ્વ નું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે. વિદ્યાર્થીઓના પ્રશ્નો ને ન માત્ર અવાજ આપવો પણ તેનો ઉકેલ પણ કેવી રીતે લાવવો તેવા ધ્યેય સાથે કાર્યરત દેશ નું એક માત્ર વિદ્યાર્થી સંગઠન છે. વિદ્યાર્થી પરિષદ ન માત્ર શિક્ષણ જગત સુધી સીમિત રહી પરંતુ વિદ્યાર્થીઓ પણ સમાજ ને કેવી રીતે મદદરૂપ થઇ શકે તેવી ભાવના સાથે કોરોના ની મહામારીના સમયમાં પણ તંત્ર અને સમાજ ના પડખે ઉભેલ.

વર્ષ 2021-22 માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દેશભરમાં 1 કરોડ વિદ્યાર્થી સદસ્યો અને ગુજરાત માં 6 લાખ સદસ્યો બનાવવાના લક્ષ્ય સાથે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ મેદાને ઉતારશે. આ વર્ષે વિદ્યાર્થી પરિષદ દ્વારા ઓનલાઇન માધ્યમ દ્વારા સદસ્યતા હાથ ધરવામાં આવશે પરંતુ તેની સાથે જે કેમ્પસો પ્રત્યક્ષ રીતે ચાલુ છે ત્યાં રૂબરૂ જઈને પણ કાર્યકર્તાઓ દ્વારા સદસ્યતા અભ્યાન હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ Suicide case: વાંસદાના મોળાઆંબા ગામે પરિવારનો સામુહિક આપઘાત, એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝાડ પર લગાવ્યો ફાંસો

અભાવિપ ગુજરાત નું આ સદસ્યતા અભ્યાન બે તબ્બકા માં રહેશે. જેમાં પેહલા તબ્બકા માં સૌરાષ્ટ્ર ના બધાજ વિભાગોને સમાવવામાં આવશે જે તારીખ ૪ થી ૮ સપ્ટેમ્બર સુધી રહેશે. અભ્યાન નો બીજો તબ્બકો તારીખ ૧૪ થી ૧૭ સપ્ટેમ્બર સુધી રહેશે જેમાં ગુજરાત ના તમામ વિભાગોનો સમાવેશ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Arpita chuadhri:’કાતિલાના તેરી આંખે..આંખે ભી કરતી હૈ બાતે…’ મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરી ફરી વિવાદમાં..! વાંચો શું છે મામલો

આ વિષય પર ગુજરાત પ્રાંત મંત્રી હિમાલયસિંહ ઝાલા એ વધુમાં જણાવ્યું કે, “અભાવિપ ગુજરાત દ્વારા આ શૈક્ષણિક વર્ષ દરમ્યાન 6 લાખ વિદ્યાર્થીઓને સદસ્ય બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અમને વિશ્વાશ છે કે જે રીતે વિદ્યાર્થી જગતના પ્રશ્નોને પરિષદ દ્વારા અવાજ આપવામાં આવ્યો છે અને ઉકેલવામાં આવ્યા છે તેના થકી સામાન્ય વિદ્યાર્થીઓનો પણ બોહળો પ્રતિસાદ અભાવિપ ના આ સદસ્યતા અભ્યાનને મળશે”

Whatsapp Join Banner Guj