Weather Update sammer

Weather Update: આવતીકાલથી રાજ્યમાં તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી વધશે, અમદાવાદમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર જાય તેવી શક્યતા…

Weather Update: રાજ્યમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, હોળી આસપાસ 40 ડિગ્રી સુધી તાપમાન થાય તેવી શક્યતા

અમદાવાદ, 15 માર્ચઃ Weather Update: ગુજરાતમાં ધીમે ધીમે ઉનાળો જામી રહી છે. રાજ્યના અનેક શહેરોના મહત્તમ તાપમાન લગભગ 35 ડિગ્રી સુધી પહોંચી રહ્યા છે. એમાં પણ હોળી સુધીમાં તાપમાનનો પારો વધુ 4 થી 5 ડિગ્રી ઉંચકાઈ શકે છે. અમદાવાદમાં હાલ 34 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન રહે છે. ત્યારે આગામી બે થી ત્રણ દિવસ સુધીમાં આ પારો 37 ડિગ્રી સુધી જઈ શકે છે. જ્યારે હોળી આસપાસ 40 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. રાજ્યમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડો પવન હોય છે અને બપોર સુધીમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ગરમી વધુ દઝાડે તેવી આશંકા છે.

આ પણ વાંચોઃ Gujarat Government : સરકારનો મોટો નિર્ણય : ગુજરાતના ગામડાના રસ્તા અરીસા જેવા ચકચકિત બનાવાશે

ગુજરાતના 9 શહેરોમાં પારો 

  • અમદાવાદ મહત્તમ 34.5 લઘુત્તમ 19.4
  • ગાંધીનગર મહત્તમ 34.5 લઘુત્તમ 19.4
  • ડીસા મહત્તમ 34.3 લઘુત્તમ 18.3
  • વડોદરા મહત્તમ 34.2 લઘુત્તમ 23.2
  • અમરેલી મહત્તમ 34.0 લઘુત્તમ 18.4
  • ભાવનગર મહત્તમ 33.4 લઘુત્તમ 19.6
  • રાજકોટ મહત્તમ 34.3 લઘુત્તમ 18.0
  • સુરેન્દ્રનગર મહત્તમ 34.7 લઘુત્તમ 19.0
Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો