ipl 2024 1

IPL 2024:  આજથી IPL કાર્નિવલ શરુ, લોકસભા 2024ની ચૂંટણીના કારણે IPLનું 17 દિવસનું જ શિડ્યુલ બહાર પાડવામાં આવ્યું

IPL 2024:  અગાઉના વર્ષોની જેમ 10 ટીમ વચ્ચેના 74 મુકાબલાના અંતે આખરે 29મી મેના રોજ રમાનારી ફાઈનલ બાદ આઈપીએલની નવી ચેમ્પિયન ટીમ જોવા મળશે

સ્પોર્ટ્સ ડેસ્ક, 22 માર્ચઃ IPL 2024: ભારતીય ક્રિકેટ બોર્ડની હાઈપ્રોફાઈલ ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી આવૃત્તિનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે IPL ટ્રોફી જીતવા માટે કુલ 10 ટીમો એકબીજા સામે હરીફાઈ કરતી જોવા મળશે. આશરે બે મહિના સુધી ચાલનારા T-20ના ક્રિકેટ કાર્નિવલ દરમિયાન મેદાન પર દિલધડક મુકાબલા અને શ્વાસ અધ્ધર કરી દે તેવો રોમાંચ ક્રિક્રેટ ચાહકોને માણવા મળશે. અગાઉના વર્ષોની જેમ 10 ટીમ વચ્ચેના 74 મુકાબલાના અંતે આખરે 29મી મેના રોજ રમાનારી ફાઈનલ બાદ આઈપીએલની નવી ચેમ્પિયન ટીમ જોવા મળશે.

આ પણ વાંચોઃ Opposition Party: અરવિંદ કેજરીવાલની ધરપકડ થતાં જ કોંગ્રેસ, સપા, TMC, NCP અને શિવસેનાએ મોદી સરકારનો કર્યો વિરોધ- જાણો કોણે શું કહ્યું?

આ વર્ષે દેશમાં લોકસભા 2024ની ચૂંટણીના કારણે IPLનું  17 દિવસનું જ શિડ્યુલ બહાર પાડવામાં આવ્યું હતું, જેના મુજબ 7 એપ્રિલ સુધી જ મેચ રમાશે. બીસીસીઆઈ ટૂંક સમયમાં બાકીના કાર્યક્રમની જાહેરાત કરશે. આ બીજી વખત હશે જ્યારે ભારતમાં લોકસભા ચૂંટણીની સાથે IPLનું આયોજન કરવામાં આવશે. અગાઉ 2009માં આઈપીએલ અને લોકસભાની ચૂંટણી સાથે હોવાથી આઈપીએલને દક્ષિણ આફ્રિકામાં રમાડાવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Election Commission Transfer Order Of IPS: ચાર રાજ્યોમાં 8 નોન-કેડર એસપી/એસએસપી અને 5 નોન-કેડર ડીએમની બદલી કરી, વાંચો વિગત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો