arvind kejriwal arrest

Opposition Party: અરવિંદ કેજરીવાલની ધરપકડ થતાં જ કોંગ્રેસ, સપા, TMC, NCP અને શિવસેનાએ મોદી સરકારનો કર્યો વિરોધ- જાણો કોણે શું કહ્યું?

Opposition Party: કોંગ્રેસનું કહેવું છે કે ચૂંટણી દરમિયાન AAP નેતાની ધરપકડ સંપૂર્ણપણે ખોટી અને ગેરબંધારણીય છે

whatsapp banner

નવી દિલ્હી, 22 માર્ચઃ Opposition Party: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થતાં જ કોંગ્રેસ, સપા, તૃણમૂલ કોંગ્રેસ, શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેના જૂથની શિવસેનાએ સજ્જડ વિરોધ  નોંધાવ્યો હતો. કોંગ્રેસનું કહેવું છે કે ચૂંટણી દરમિયાન AAP નેતાની ધરપકડ સંપૂર્ણપણે ખોટી અને ગેરબંધારણીય છે. રાજનીતિનું સ્તર એટલું નીચું લઇ જવાયું છે કે આ વાત ન તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ન તો ભાજપની આગેવાનીવાળી કેન્દ્ર સરકારને શોભે છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે ‘અહંકારી’ ભાજપ દરરોજ ચૂંટણી જીતવાના ખોટા દાવા કરી રહ્યો છે અને ચૂંટણી પહેલા ‘ગેરકાયદે પદ્ધતિઓ’ અપનાવીને વિપક્ષને નબળા પાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ‘ડરી ગયેલા સરમુખત્યાર’ મૃત લોકશાહી બનાવવા માંગે છે. I.N.D.I.A. ગઠબંધન આવા ઇરાદાઓને જરૂર નિષ્ફળ બનાવશે. 

આ પણ વાંચોઃ Election Commission Transfer Order Of IPS: ચાર રાજ્યોમાં 8 નોન-કેડર એસપી/એસએસપી અને 5 નોન-કેડર ડીએમની બદલી કરી, વાંચો વિગત

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટર પર કહ્યું કે ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને નિશાન બનાવવું ખોટું છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તેમના એક્સ એકાઉન્ટ પર લખ્યું કે અરવિંદ કેજરીવાલ એક વિચારક છે, ED તેમને કેદ ન કરી શકે. ભાજપ જાણે છે કે AAP અને કેજરીવાલ જ તેમને રોકી શકે છે. એટલા માટે તેઓ ડરાવવા માટે આ યુક્તિઓ અપનાવી રહ્યા છે.

સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વિટર પર પોસ્ટ કરતાં કહ્યું કે ‘જેઓ પોતે હારના ડરમાં કેદ છે તેઓ બીજાને કેવી રીતે કેદ કરશે?’ ભાજપ જાણે છે કે તે ફરી સત્તામાં આવવાનો નથી, આ ડરને કારણે તે વિપક્ષના નેતાઓને કોઈપણ રીતે જનતાથી દૂર કરવા માંગે છે, ધરપકડ માત્ર એક બહાનું છે.

આ પણ વાંચોઃ Sugarcane Juice: ગરમીમાં શેરડીનો રસ છે સ્વાસ્થ્ય માટે લાભદાયી, પરંતુ જાણો તેને રસ પીવાની યોગ્ય રીત

બંગાળમાં શાસક તૃણમૂલ કોંગ્રેસે લીકર કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની ધરપકડની આકરી ટીકા કરી હતી. તૃણમૂલના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભામાં પાર્ટીના નેતા ડેરેક ઓ’બ્રાયને ED દ્વારા ધરપકડની કાર્યવાહી પર પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું કે અમે ચૂંટાયેલા મુખ્યમંત્રીની ધરપકડની સખત નિંદા કરીએ છીએ. એ જ રીતે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન અને કેરળના સીએમ પી વિજયને પણ કેજરીવાલની ધરપકડની આકરી ટીકા કરી હતી. 

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો