Neeraj Chopra wins Lausanne Diamond League

Neeraj Chopra wins Lausanne Diamond League: નીરજ ચોપરાએ લુસાને ડાયમન્ડ લીગ મીટનું ટાઈટલ જીતી રચ્યો ઇતિહાસ

Neeraj Chopra wins Lausanne Diamond League: નીરજ ચોપડાએ શુક્રવારે 89.08 મીટરના બેસ્ટ થ્રોની સાથે લુસાને ડાયમન્ડ લીગ મીટનું ટાઈટલ પોતાને નામ કર્યુ

સ્પોર્ટ્સ ડેસ્ક, 27 ઓગષ્ટઃ Neeraj Chopra wins Lausanne Diamond League: ભારતના સ્ટાર ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડાએ ઈન્જરીમાંથી બહાર આવતાની સાથે જ ધમાકેદાર વાપસી કરી છે.  ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપડાએ શુક્રવારે ફરી એકવાર ઈતિહાસ રચ્યો અને લુસાને ડાઈમન્ડ લીગ મીટનું ટાઈટલ જીતી લીધુ. નીરજ આ ખિતાબ જીતનારા પહેલા ભારતીય ખેલાડી છે.

નીરજ ચોપડાએ શુક્રવારે 89.08 મીટરના બેસ્ટ થ્રોની સાથે લુસાને ડાયમન્ડ લીગ મીટનું ટાઈટલ જીતી લીધુ. નીરજ ચોપડા આ ખિતાબ જીતનારા પહેલવહેલા ભારતીય ખેલાડી છે. આ ખિતાબ જીતવાની સાથે જ નીરજે સાત અને આઠ સપ્ટેમ્બરના રોજ જ્યુરિખમાં થનારા ડાઈમન્ડ લીગની ફાઈનલ્સમાં પણ જગ્યા મેળવી લીધી છે. એટલું જ નહીં તેમણે હંગારીના બુડાપેસ્ટમાં થનારી વિશ્વ ચેમ્પિયનશીપ 2023 માટે પણ ક્વોલિફાય કરી લીધુ છે.

નીરજ ચોપડાએ પોતાના પહેલા જ પ્રયત્નમાં 89.08 મીટર દૂર ભાલો ફેંક્યો જેને સ્પર્શવું ખેલાડીઓ માટે મુશ્કેલ બની ગયું. ત્યારબાદ નીરજે પોતાના બીજા પ્રયત્નમાં 85.18 મીટર  થ્રો કર્યો. જ્યારે ત્રીજો પ્રયત્ન તેમણે સ્કીપ કર્યો. ત્યારબાદ ચોપડાના ચોથા પ્રયત્નને ફાઉલ ગણાવાયો. જ્યારે પાંચમા પ્રયત્નથી તેમણે દૂર રહેવાનો નિર્ણય લીધો. 

આ પણ વાંચોઃ Morning Consult Survey: વડાપ્રધાન મોદીની લોક પ્રિયતા યથાવત, એકવાર ફરી ગ્લોબલ રેટિંગમાં ટોપ પર ભારતના PM

લુસાને ડાઈમંડ લીગમાં ટોક્યો ઓલિમ્પિકના સિલ્વર મેડલ વિજેતા જેકબ વાડલેજ્ચ 85.88 મીટરના બેસ્ટ થ્રોની સાથે બીજા જ્યારે યુએસએના કર્ટિસ થોમ્પસન 83.72 મીટરના બેસ્ટ થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યા. 

ડાઈમંડ લીગમાં પહોંચનારા પહેલા ભારતીય
89.08 મીટર નીરજ ચોપડાની કરિયરનો ત્રીજો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન છે. નીરજની કરિયરના બેસ્ટ થ્રોની વાત કરીએ તો તે 89.94 મીટર છે જે તેમણે સ્ટોકહોમ ડાઈમંડ લીગમાં બનાવ્યો હતો. પાણીપતના રહીશ નીરજ ચોપડા ડાઈમંડ લીગનો કોઈ ખિતાબ જીતનારા પહેલા ભારતીય બન્યા છે. આ સાથે જ તેઓ ડાઈમંડ લીગની ફાઈનલમાં પણ જગ્યા બનાવનારા પહેલા ભારતીય છે. ચોપડા પહેલા ચક્રફેક ખેલાડી વિકાસ ગૌડા ડાઈમંડ લીગ મીટના ટોચના ત્રણમાં જગ્યા બનાવનારા એકમાત્ર ભારતીય હતા. 

અત્રે જણાવવાનું કે ઈજાના કારણે નીરજ ચોપડા ગત મહિને યોજાયેલી વિશ્વ ચેમ્પિયનશીપમાં 88.13 મીટરના થ્રો સાથે ઐતિહાસિક સિલ્વર મેડલ મેળવ્યો હતો. તે મુકાબલા દરમિયાન નીરજને ગ્રોઈન ઈન્જરી થઈ હતી. ત્યારબાદ મેડિકલ ટીમે તેમને ચાર-પાંચ અટવાડિયા આરામની સલાહ આપી હતી. ત્યારબાદ તેમણે બર્મિંઘમમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2022માંથી હટવાનો નિર્ણય લીધો હતો. 

આ પણ વાંચોઃ Gujarat SET Exam 2022: ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી પરીક્ષા માટે રજીસ્ટ્રેશન 29 ઓગસ્ટથી શરુ

Gujarati banner 01