Saurav Chauhan

Saurav Chauhan in RCB: IPLમાં ગુજરાતના સૌરવ ચૌહાણની પસંદગી, વિરાટ કોહલી સાથે રમશે

Saurav Chauhan in RCB: સૌરવ ચૌહાણને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો

અમદાવાદ, 20 ડિસેમ્બરઃ Saurav Chauhan in RCB: ગુજરાતના યુવા ક્રિકેટર સૌરવ ચૌહાણની આઈપીએલમાં પસંદગી થઈ છે. સૌરવ ચૌહાણ IPLમાં વિરાટ કોહલીની RCB તરફથી રમતા જોવા મળશે. આરસીબીએ સૌરવને 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

સૌથી ઝડપી અડધી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો

આ અજાણ્યા બેટ્સમેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. અમદાવાદના AMC સ્ટેડિયમના ગ્રાઉન્ડસમેનના પુત્ર સૌરવે અરુણાચલ પ્રદેશની ટીમ સામે આ વિસ્ફોટક ઈનિંગ રમીને પોતાની હિટિંગ ક્ષમતા સાબિત કરી હતી.

સૌરવે માત્ર 13 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરીને મેઘાલયના અભય નેગીનો રેકોર્ડ તોડ્યો હતો. જેણે વર્ષ 2019માં મિઝોરમ સામે 14 બોલમાં અર્ધસદી ફટકારી હતી. સૌરવની બેટિંગના કારણે ગુજરાતની ટીમે માત્ર 8 ઓવરમાં અરુણાચલના 127 રનના સ્કોરનો પીછો કરી લીધો હતો.

RCBને નંબર ત્રણ માટે એક સરસ વિકલ્પ મળ્યો!

RCBની વાત કરીએ તો આ ટૂર્નામેન્ટમાં ટીમ હજુ સુધી ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. ટીમ બે-ત્રણ સીઝનથી સારું પ્રદર્શન કરી રહી છે પરંતુ ટ્રોફી જીતવામાં સફળ રહી નથી. ગયા વર્ષે એવું લાગતું હતું કે માત્ર વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસીસ, ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ સિરાજ જ મેચ રમી રહ્યા હતા.

જો કે સૌરવ ચૌહાણના આગમનથી ટીમને આગવી બેટિંગ પાવર મળી ગયો છે. સૌરવ નંબર 3 પર RCB માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. જ્યારથી વિરાટે ઓપનિંગ શરૂ કરી છે ત્યારથી નંબર 3 ટીમ માટે મુશ્કેલ પાઠ બની ગયો છે. આવી સ્થિતિમાં સૌરવ IPL 2024માં RCB માટે નંબર 3 પર રમતા જોવા મળી શકે છે.

આ પણ વાંચો… Gandhinagar-Varanasi Exp Canceled: ગાંધીનગર-વારાણસી સાપ્તાહિક એક્સપ્રેસ રદ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો