Tokyo olympic

Tokyo olympic: જાપાનના વડાપ્રધાન સુગાએ ટોક્યોમાં ઈમરજન્સી લાગુ કરવાની જાહેરાત- વાંચો વિગત

  • આેલિમ્પિક ગેમ્સ(Tokyo olympic) અગાઉ ટોક્યોમાં ઈમરજન્સી લાગુ
  • ટોક્યોમાં ૧૨ જુલાઈથી ૨૨ આેગસ્ટ સુધી ઈમરજન્સી: સુગા
  • ટોક્યો આેલિમ્પિકમાં સ્થાનિક દર્શકોને પણ એન્ટ્રી નહીં
  • ટોક્યોમાં ગુરુવારે કોરોનાના નવા ૮૯૬ કેસ

સ્પોર્ટ્સ ડેસ્ક, 08 જુલાઇઃTokyo olympic: જાપાનની રાજધાની ટોક્યોથી 23 જુલાઈથી શરૂ થતા ઓલિમ્પિક ગેમ્સ અગાઉ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. કોરોનાના વધતા કેસો વચ્ચે જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાએ ટોક્યોમાં ઈમરજન્સી લાગુ કરવાની જાહેરાત કરી છે.

હવે ઈમરજન્સી વચ્ચે ટોક્યો ઓલિમ્પિક(Tokyo olympic)નું આયોજન કરાશે. એટલે કે, ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન મેદાન પર એન્ટ્રી નહીં મળે. જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાએ જાહેરાત કરી કે, ટોક્યોમાં 12 જુલાઈથી 22 ઓગસ્ટ વચ્ચે ઈમરજન્સી લાગુ રહેશે. નિષ્ણાંતો સાથેની બેઠકમાં સરકારી અધિકારીઓએ ટોક્યોમાં ઈમરજન્સી લાગુ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો.

છેલ્લા 2 દિવસથી ટોક્યો(Tokyo olympic)માં કોરોનાના રેકોર્ડ નવા કેસ સામે આવી રહ્યાં છે. ગુરુવારે ટોક્યોમાં કોરોનાના 896 નવા કેસ સામે આવ્યા. જ્યારે આ બુધવારે ટોક્યોમાં કોરોનાના 920 કેસ સામે આવ્યા હતા. જે 13 મે બાદ એક દિવસમાં સૌથીવધુ કેસ હતા.

Tokyo olympic

આ પણ વાંચોઃ New Cabinet health minister: ત્રીજી લહેરને રોકવા દેશના તમામ જિલ્લાઓ માટે લેવાયો આ સૌથી મોટો નિર્ણય, વાંચો વિગત