Mansukh Mandvia

New Cabinet health minister: ત્રીજી લહેરને રોકવા દેશના તમામ જિલ્લાઓ માટે લેવાયો આ સૌથી મોટો નિર્ણય, વાંચો વિગત

New Cabinet health minister: નવા નિમાયેલા આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભવિષ્યમાં મહામારીનો સામનો કરવા માટે 23,123 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું

નવી દિલ્હી, 08 જુલાઇઃ New Cabinet health minister: મોદી કેબિનેટના વિસ્તરણ પછી આજ રોજ પ્રથમ બેઠક મળી હતી. જેમા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. નવા નિમાયેલા આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભવિષ્યમાં મહામારીનો સામનો કરવા માટે 23,123 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે. ઉપરાંત દેશના તમામ 736 જિલ્લાઓમાં પીડિયાટ્રિક કેર યૂનિટ બનાવવામાં આવશે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે દરેક જિલ્લામાં 10 હજાર લિટર ઓક્સિજન સ્ટોરેજની વ્યવસ્થા કરવામાં આવશે.

736 જિલ્લાઓમાં પીડિયાટ્રિક કેર યૂનિટ ખોલવામાં આવશે, ઉપરાંત કોવિડ રિલીફ ફંડમાંથી નવા 20 હજાર ICU બેડ બનાવવામાં આવશે એમ આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા(New Cabinet health minister)એ જણાવ્યું હતું

કોરોનામાં સરકારની આબરૂના ધજાગરા થતાં હર્ષવર્ધને આ મંત્રાલયથી હાથ ધોવા પડ્યા છે. મોદીની વ્યક્તિગત આબરૂ પણ જતાં હેલ્થ મીનિસ્ટરની જવાબદારી મનસુખ માંડવિયાને સોંપાઈ છે. દેશમાં બીજી લહેર સમયથી મનસુખ માંડવિયા(New Cabinet health minister)એ ઓક્સિજનનો કકળાટ દૂર કરવાની જવાબદારી સંભાળી લીધી હતી. દેશમાં બીજી લહેર ઓછી થવા છતાં હજુ પણ 40 હજાર આસપાસ કોરોનાના કેસો આવી રહ્યાં છે.

ત્રીજી લહેરની આશંકા વચ્ચે કોઈ પણ સંજોગોમાં સરકાર નિષ્ફળતાને દૂર કરવા માગે છે. આગામી દિવસોમાં 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી વચ્ચે મોદીએ કેબિનેટનું વિસ્તરણ કરી કોરોનાની નિષ્ફળતાને છૂપાવવાનો પ્રયાસ કર્યો છે. એટલે જ પ્રથમ કેબિનેટની મીટિંગમાં 23 હજાર કરોડનું હેલ્થ પેકેજ જાહેર કર્યું છે. આ સિવાય દેશના તમાં જિલ્લાઓમાં ઓક્સિજન પ્લાન્ટ નાખવાનો મોટો નિર્ણય લીધો છે.

કોરોનાના નવા કેસોની સંખ્યામાં વધારો થવાના પગલે કેન્દ્ર ફરીથી ચિંતિત થઈ ઉઠયું છે અને તેણે આના પગલે આઠ રાજ્યોને ચેતવણી પણ આપી છે. તેનું કારણ એ છે કે આ રાજ્યોમાં પોઝિટિવિટી રેટ ઊંચો છે. એક જ દિવસમાં કોરોનાના નવા કેસોની સંખ્યા બે મહિના પછી સાજા થયેલા લોકો કરતાં વધી જવાના પગલે ફરીથી ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોને પત્ર લખીને સાવધ રહેવા જણાવ્યું છે. તેની સાથે પત્રમાં કોરોનાના વધતા કેસોને રોકવા માટે કયા-કયા ઉપાયો અજમાવવા તેની સલાહ પણ આપવામાં આવી છે, જેથી તે તેના પર કાબૂ મેળવી શકે છે

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Modi Cabinet Meeting: નવી કેબિનેટનો મોટો નિર્ણય, જે અંતર્ગત એક લાખ કરોડ રૂપિયા માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતો સુધી પહોંચશે