Sputnik V vaccine

ભારતમાં મળેલા ડેલ્ટા વેરિયન્ટ(Delta Variant)ની સામે સૌથી વધુ અસરકારક સ્પુટનિક વી રસી: રશિયાનાં ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ

નવી દિલ્હી, 16 જૂન: Delta Variant: રશિયાનાં ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ(RDIF)એ મંગળવારે એ દાવો કર્યો છે કે રશિયાની સ્પુટનિક વી (Sputnik-V) કોરોના વાયરસ વેક્સિન ભારતમાં સૌથી પહેલા મળેલા ડેલ્ટા વેરિયન્ટ(Delta Variant)ની સામે વધુ અસરકારક સાબિત થઇ છે, તેમાં દાવો કરાયો છે કે અન્ય વેક્સિનની તુલનામાં આ વેક્સિન સૌથી વધુ સંક્રામક અને ઘાતક વેરિયન્ટની સામે વધુ અસરકારક જોવા મળી છે. ગમલેયા સેન્ટર આંતરરાષ્ટ્રિય પિયર-રિવ્યુ જર્નલમાં આ સ્ટડી છપાશે. 

ભારતમાં ડો. રેડ્ડી લેબ સ્પુટનિક વી નું ઉત્પાદન કરી રહી છે, CoWIN પર તેનો વિકલ્પ પણ આપવામાં આવી રહ્યો છે, આ રસીને WHO એ તો મંજુરી આપી નથી, પરંતુ ભારત સહિત 67 દેશોમાં મંજુરી મળી ચુકી છે, જ્યારે પહેલા Pfizer-BioNTech અને AstraZeneca ની વેક્સિન અંગે ઘણા સંસોધનો બહાર આવી ચુક્યા છે, કેટલાકમાં તેને અસરદાર બતાવવામાં આવી છે, તો ક્યાંક નબળી.

WHO એ ડેલ્ટા વેરિયન્ટ(Delta Variant)ને ચોથો ચિંતાજનક વેરિયન્ટ જાહેર કરાયો છે, અને ભારતમાં બીજી લહેર સહિત ઘણા દેશોમાં તેના કારણે સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે, બ્રિટનમાં તે પણ જોવા મળ્યું છે કે ત્યાં જો મળેલો આલ્ફા વેરિયેન્ટની તુલનામાં ડેલ્ટા વેરિયેન્ટથી પણ સંક્રમિત હોવાથી લોકોને હોસ્પિટલમાં દાખલ કરાવવાની જરૂર વધુ છે.  

Delta Variant

આ પણ વાંચો…..

કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રકાશીત “વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦ પછી શું ? (After 10th) કારકિર્દી માર્ગદર્શન ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓ માટે બનશે પથદર્શક