Israel Hamas War

Israel-Hamas War: ગાઝામાં ફરી ભીષણ યુદ્ધ શરૂ, ઈઝરાયેલી હુમલામાં હજારો નાગરિકોની થઈ મોત…

Israel-Hamas War: હુમલામાં 15 હજારથી વધુ પેલેસ્ટિનિયનના મોત, મૃતકોમાં 70 મહિલા અને બાળકો: અહેવાલ

નવી દિલ્હી, 03 ડિસેમ્બરઃ Israel-Hamas War: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ સમાપ્ત થતાં, IDFએ નવા ભારે હુમલાઓ શરૂ કર્યા છે. આ હુમલામાં માર્યા ગયેલા નાગરિકોની સંખ્યા 15,200ને વટાવી ગઈ છે, જેમાં 70 ટકા મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, એમ હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં નિર્દોષ લોકોની હત્યા થઈ રહી છે અને હજારો લોકો બેઘર થઈ રહ્યા છે.

ઈઝરાયેલે દક્ષિણ ગાઝાના ખાન યુનિસ વિસ્તાર પર જોરદાર હુમલો કર્યો હતો. હમાસના પચાસથી વધુ સ્થાનો પર હવાઈ, ટેંક ફાયર અને નૌકાદળના પ્રહારો થયા હતા. આરોગ્ય મંત્રાલયે અગાઉ મૃત્યુઆંક 13,300 થી વધુ રાખ્યો હતો, પરંતુ ઉચ્ચ આંકડો વિશે વિસ્તૃત માહિતી આપી ન હતી. 15,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને 40,000 થી વધુ લોકો ઘાયલ થયા છે, એમ અલ કિદરાએ જણાવ્યું હતું.

અમેરિકાના વિદેશ મંત્રી એન્થોની બ્લિંકને શુક્રવારે દુબઈમાં ખાડી દેશોના વિદેશ મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ (ઇઝરાયેલ-હમાસ યુદ્ધ) એક અલગ વળાંક લેતું રહે છે. તેથી અમે આના પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ, એમ તેમણે જણાવ્યું હતું. યુદ્ધ ફાટી નીકળ્યા પછી બ્લિંકનનો પશ્ચિમ એશિયાનો આ ત્રીજો પ્રવાસ છે.

હમાસ દ્વારા 137 ઈઝરાયેલને બંધક બનાવવામાં આવ્યા છે. તેમાં 115 પુરૂષો, 20 મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. આ હજુ પણ બંધ છે. ઇઝરાયેલ દ્વારા ભારે અને અન્ય હુમલાઓને કારણે ગાઝાના 2.3 મિલિયન રહેવાસીઓમાંથી ત્રણ ચતુર્થાંશ લોકો બેઘર થયા છે. પરિણામે ગાઝા પટ્ટીમાં ખોરાક, પાણી અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની અછત સર્જાઈ છે.

આ પણ વાંચો… Train Route Changed News: રાજકોટ ડિવિઝનની ચાર ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે, જાણો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો