lee cooper 2

Lee cooper india: આઇકોનિક્સ લાઇફસ્ટાઇલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે લી કૂપરના ભારત માટેના આઇપી રાઇટ્સ હાંસલ કર્યા

Lee cooper india: લી કૂપર 100 વર્ષના સમૃદ્ધ વારસા અને સમગ્ર વિશ્વમાં પથરાયેલા ચાહકવર્ગ સાથે વૈશ્વિક ફેશન બ્રાન્ડ બની ગઈ છે

મુંબઈ, 27 ઓક્ટોબર: Lee cooper india: આઇકોનિક બ્રિટિશ બ્રાન્ડ લી કૂપરના ભારત માટેના આઇપી રાઇટ્સ હાંસલ કરીને આકોનિક્સ લાઇફસ્ટાઇલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે તેના બ્રાન્ડ પોર્ટફોલિયોને વિસ્તાર્યો છે. વર્ષ 1908માં શરૂ થયેલી લી કૂપર તેના ડેનિમના વારસા સાથે આજે 126 દેશો, 7000 પોઇન્ટ્સ ઓફ સેલ અને 2 મિલિયનથી વધુ સોશિયલ ફોલોઅર્સની સાથે મલ્ટી કેટેગરી અને ડ્યૂઅલ જેન્ડર બ્રાન્ડ બની ચૂકી છે.

ઓરિજિનલ બ્રિટિશ ડેનિમ બ્રાન્ડ તરીકેની મૂળભૂત ઓળખ તરીકે લી કૂપરે પૂર્વ લંડનની એક સ્થાનિક ફેક્ટરીમાં તેની સફર શરૂ કરી હતી ત્યારે તે એક અગ્રણી વર્કવિયર નિર્માતા હતી જે પ્રથમ અને દ્વિતિય વિશ્વ યુદ્ધ માટે બ્રિટિશ સૈનિકોના યુનિફોર્મ પૂરા પાડતી હતી. વર્ષ 1945 સુધીમાં બ્રાન્ડે તેનું ધ્યાન બદલી સૈન્ય પોષાકોમાંથી ફેશન અને ડેનિમ તરફ ફેરવ્યું હતું. ત્યારથી લી કૂપર 100 વર્ષના સમૃદ્ધ વારસા અને સમગ્ર વિશ્વમાં પથરાયેલા ચાહકવર્ગ સાથે વૈશ્વિક ફેશન બ્રાન્ડ બની ગઈ છે.

lee cooper

આજે લી કૂપરના ઉત્પાદનો અને કલેક્શન્સ ડેનિમને કેન્દ્ર સ્થાને અને ફેશનને આગળ રાખીને તૈયાર કરવામાં આવે છે. લી કૂપરના ફોરવર્ડ-થિંકિંગ ડેનિમ કારીગરો દ્વારા સંપૂર્ણ રીતે ફિટિંગ, દરેક સ્ટીચ, રિવેટ અને વૉશ બ્રાન્ડના પ્રભાવશાળી 18-30 વર્ષના ઉપભોક્તા માટે તૈયાર કરવામાં આવે છે. આ બ્રાન્ડના ઉત્પાદનો પુરૂષો, સ્ત્રીઓ અને બાળકો માટેના વસ્ત્રો, ફૂટવેર, બેગ્સ, એસેસરીઝ, ઘડિયાળો, સ્વિમવેર, વર્કવેર, આઈવેર, સુગંધ, હોમવેર અને પર્સનલ ઈલેક્ટ્રોનિક્સનો સમાવેશ કરતી બહુવિધ કેટેગરીમાં ફેલાયેલા છે.

આ પણ વાંચો: RT-PCR Test: રાજ્ય બહાર અથવા તો વિદેશથી શહેરમાં પરત ફરતા લોકો માટે ખાસ, બન્ને ડોઝ લીધા હશે તો પણ RT-PCRનો ટેસ્ટ કરાવો પડશે

“લી કૂપર બ્રાન્ડનો ઇતિહાસ અને ભારતીય બજાર માટેની અપ્રતિમ સુસંગતતા તેને JV માટે સૌથી પ્રતિષ્ઠિત એક્વિઝિશન બનાવે છે. તે એક એવી ડેનિમ બ્રાન્ડ છે કે જેનાથી ભારત ઉદારમતવાદ ઊભો થયો છે અને ગ્રાહકોમાં તેનું આકર્ષણ અમને આ દેશમાં બ્રાન્ડનું પુનઃનિર્માણ કરવા માટે મજબૂત સમર્થન પૂરું પાડે છે.” તેમ દર્શન મહેતા, રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને આઇકોનિક્સ લાઇફસ્ટાઇલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર ઓન બોર્ડે કહ્યું હતું.આ સંપાદન આઈકોનિક્સ લાઈફસ્ટાઈલ ઈન્ડિયાને માર્કેટિંગ અને બ્રાન્ડ મેનેજમેન્ટને મજબૂત બનાવવાની સાથે સાથે તમામ રિટેલ ચેનલોમાં બ્રાન્ડના વિતરણને સક્ષમ કરીને ભારતમાં લી કૂપરની હાજરીને વિસ્તૃત કરવાની અનૂકૂળતા કરી આપશે.

બોબ ગેલ્વિન, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને પ્રેસિડેન્ટ ઓફ આઇકોનિક્સ બ્રાન્ડ ગ્રૂપ ઇન્ક તથા આઇકોનિક્સ લાઇફસ્ટાઇલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર ઓન ધ બોર્ડે ટિપ્પણી કરતાં કહ્યું કેઃ “લી કૂપરના IP અધિકારો મેળવવા એ ભારતમાં અમારી બ્રાન્ડની હાજરી વધારવા માટેના અમારા લાંબા ગાળાના વ્યૂહાત્મક અભિગમ સાથે સુસંગત છે. અમે નિરંતર મળી રહેલી સફળતા માટે ખૂબ જ મજબૂત પ્રતિબદ્ધતા ધરાવીએ છીએ અને આ વિકાસ ઝડપથી વિસ્તરતા બજારમાં સીધા સંચાલન કરવાની અને આ પ્રતિષ્ઠિત ઉચ્ચ-ગુણવત્તાવાળી બ્રાન્ડને નવા ગ્રાહકો સુધી લઈ જવાની તક પૂરી પાડે છે.”

Whatsapp Join Banner Guj