New variant of corona found: કોવિડ-19 અને ઓમિક્રોનની ચિંતા વચ્ચે ફ્રાન્સમાં મળ્યો કોરોનાનો નવો વેરિએન્ટ- વાંચો વિગત

New variant of corona found: વૈજ્ઞાનિકોને ચિંતા છે કે, નવો વેરિએ્ન્ટ ફ્રાંસમાંથી બ્રિટનમાં પણ ફેલાઈ શકે છે

પેરિસ, 04 જાન્યુઆરીઃ New variant of corona found: દુનિયા આખી કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે ચિંતામાં છે ત્યારે ફ્રાન્સમાં કોરોનાનો નવો વેરિએન્ટ જોવા મળ્યો છે અને તેમાં 46 મ્યુટેશન્સ જોવા મળ્યા છે.

નવો વેરિએન્ટ પણ ખતરનાક સાબિત થઈ શકે છે.જોકે હજી તેના પર ઘણુ સંશોધન કરવાની જરુર છે.વૈજ્ઞાનિકોને ચિંતા છે કે, નવો વેરિએ્ન્ટ ફ્રાંસમાંથી બ્રિટનમાં પણ ફેલાઈ શકે છે.

આ પણ વાંચોઃ Spicejet in Trouble: સ્પાઈસજેટ એરલાઈન પર આવી પડ્યુ છે આર્થિક સંકટ, કર્મચારીઓનુ PF પણ જમા કર્યુ નથી- વાંચો વિગત

કોરોનાના જેટલા પણ વેરિએન્ટ સામે આવ્યા છે તેના કરતા આ વેરિએન્ટ બહુ અલગ છે.નવા વેરિએન્ટને શોધનાર ઈન્સ્ટિટ્યુટે તેની જાહેરાત કરી છે.જોકે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા તેના પર હજી સુધી કોઈ તપાસ થઈ નથી.

આમ તો તેનો પહેલો કેસ નવેમ્બરમાં દેખાયો હતો પણ વૈજ્ઞાનિકોનુ તેના પર હવે ધ્યાન પડ્યુ છે.આ વેરિએન્ટથી સંક્રમિત થનાર વ્યક્તિએ રસીના બંને ડોઝ લીધા હતા અને તે કેમરુનની યાત્રા કરીને ફ્રાન્સ પાછો આવ્યો હતો.એ પછી તેને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી.તપાસ કરતા તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

Whatsapp Join Banner Guj