Spicejet in Trouble

Spicejet in Trouble: સ્પાઈસજેટ એરલાઈન પર આવી પડ્યુ છે આર્થિક સંકટ, કર્મચારીઓનુ PF પણ જમા કર્યુ નથી- વાંચો વિગત

Spicejet in Trouble: સ્પાઈસજેટે 2021ના નાણાકીય વર્ષમાં ટેક્સ, જીએસટી પેમેન્ટ અને કર્મચારીઓની પીએફ એમ મળીને 90 કરોડ રુપિયા ચુકવ્યા નથી

બિઝનેસ ડેસ્ક, 04 જાન્યુઆરીઃ Spicejet in Trouble: દેવામાં ડુબેલી સ્પાઈસ જેટ એરલાઈન પર સંકટ તોળાઈ રહ્યુ છે.સ્પાઈસ જેટના હિસાબોને જોઈ રહેલા ઓડિટર્સે કંપનીની ક્ષમતા પર શંકા વ્યસ્ત કરીને સ્ટેક હોલ્ડર્સને ચેતવણી આપી છે.

સ્પાઈસજેટે 2021ના નાણાકીય વર્ષમાં ટેક્સ, જીએસટી પેમેન્ટ અને કર્મચારીઓની પીએફ એમ મળીને 90 કરોડ રુપિયા ચુકવ્યા નથી.31 માર્ચ 2021 સુધીમાં કંપનીનો લોસ 1028 કરોડ રુપિયા હતો અને અગાઉના નુકસાનને ગણતરીમાં લેવામાં આવે તો હવે લોસ 4223 કરોડ પર પહોંચી ગયો છે.

જાણકારોનુ કહેવુ છે કે, મોંઘુ થયેલુ એવિએશન ફ્યુલ અને કોરોનાના કારણે એરલાઈન ઈન્ડસ્ટ્રીને ભારે નુકસાન થયુ ને જે રીતે ક્રુડ ઓઈલ મોંઘુ થઈ રહ્યુ છે તે જોતા એરલાઈન કંપનીઓની મુશ્કેલીઓ હજી વધે તેમ લાગે છે.

આ પણ વાંચોઃ Aryan khan viral video fact: આર્યન ખાને નશામાં ધૂત થઈને એરપોર્ટ પર પેશાબ કર્યો? વાંચો શું છે હકીકત

બીજી તરફ સ્પાઈસજેટના ઓડિર્સે સ્ટેક હોલ્ડર્સને કહ્યુ છે કે, સ્પાઈસ જેટે પીએફ, આવક વેરા, સેલ્સ ટેક્સ, સર્વિસ ટેક્સ, વેટ, જીએસટી અને બીજા ટેક્સ ચુકવવાના બાકી છે.આઈટી વિભાગને 28 કરોડ રુપિયા  ટીડીએસ કંપની પાસેથી લેવાનો છે.જીએસટી પેટે તેને 30 કરોડ રુપિયા ચુકવવાના છે.

કંપનીએ કર્મચારીઓનુ પીએફ પણ દોઢ વરષથી જમા કર્યુ નથી.માર્ચ 2019થી સપ્ટેમ્બર 2020 સુધીનુ 32 કરોડનુ કર્મચારીઓનુ પીએફ બાકી છે.

કર્મચારીઓનુ કહેવુ છે કે, કંપનીએ પગારમાં કાપ મુકયો છે અને કેટલાક કિસ્સામાં તો પગાર ચુકવાયો પણ નથી.કંપની પાસે હાલમાં 14810 કર્મચારીઓ છે.પહેલા કંપની પાસે 16280 કર્મચારીઓ હતા.

Whatsapp Join Banner Guj