Fssai food security ranking

Fssai food security ranking: સમગ્ર દેશમાં આ બાબતે નંબર 1 પહોંચ્યુ ગુજરાત, શ્રેય મળ્યો પૂર્વ સીએમ રુપાણીને- વાંચો વિગતે

Fssai food security ranking: ગ્રાહક સશક્તિકરણના આધાર પર રેંકીંગ મોટા રાજ્યોમાં ગુજરાત, કેરલ અને તમિલનાડૂ ટોપ પર છે

ગાંધીનગર, 21 સપ્ટેમ્બરઃ Fssai food security ranking: ગુજરાત, કેરલ અને તમિલનાડૂ 2020-21માં ખાદ્ય સુરક્ષા માપદંડો મામલે ટોપ પર છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા FSSAIના રિપોર્ટમાં આ પ્રકારની જાણકારી આપવામાં આવી છે. તેમાં રાજ્યોના પાંચ માપદંડો ખાદ્ય સુરક્ષા, માનવ સંસાધન અને સંસ્થાગત આંકડાઓ, અનુપાલન, ખાદ્ય પરિક્ષણ સુવિધ, પ્રશિક્ષણ અને ક્ષમતા નિર્માણ ઉપરાંત ગ્રાહક સશક્તિકરણના આધાર પર રેંકીંગ આપવામાં આવે છે.

આ રેંકીંગ(Fssai food security ranking)માં મોટા રાજ્યોમાં ગુજરાત, કેરલ અને તમિલનાડૂ ટોપ પર છે. તો વળી નાના રાજ્યોની વાત કરીએ તો, ગોવા પ્રથમ સ્થાન પર રહ્યુ છે. ત્યાર બાદ મેઘાલય અને મણિપુરનું સ્થાન રહ્યુ છે. સંઘ શાસિત પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર, અંડમાન અને નિકોબાર દ્વીપ તથા દિલ્હી ટોપ ત્રણ સ્થાન પર છે.

આ પણ વાંચોઃ Speaker of Gujarat legislative assembly: ગાંધીનગર વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે આ MLAની નિમણૂંક કરાઇ- વાંચો વિગત

FSSAI દ્વારા બહાર પાડવામાં આવેલ આ ત્રીજો ઇન્ડેક્સ છે. કેન્દ્રીય મંત્રીએ નિયમનકારી સંસ્થાની રચનાના 15 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે તેને બહાર પાડ્યું છે. FSSAI દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા માંડવિયાએ જણાવ્યું હતું કે, “આપણે આપણા નાગરિકોને એવો ખોરાક ન આપવો જોઈએ, જે તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અમે નબળી ગુણવત્તાની ખાદ્ય ચીજો વેચનારાઓ સામે પગલાં લઈ શકીએ છીએ, પરંતુ તે સંપૂર્ણ ઉકેલ નથી. આ દિશામાં ઘણું કરવાની જરૂર છે. ઘણા વધુ પગલાં લેવાની જરૂર છે. આવનારા દિવસોમાં આપણે આપણા નાગરિકોને સ્વસ્થ બનાવવા માટે કામ કરવું પડશે.

ફૂડ સિક્યુરિટી ઇન્ડેક્સ 2020-21 મુજબ, મોટા રાજ્યોમાં ઓડિશા અને હિમાચલ પ્રદેશની રેન્કિંગમાં સતત સુધારો થયો છે. ઓડિશાની રેન્કિંગ સુધરીને ચાર થઈ છે, જે 2018-19માં 13 હતી. એ જ રીતે, હિમાચલ પ્રદેશની રેન્કિંગ 10 થી 6 માં સુધરી છે. નાના રાજ્યોમાં સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની રેન્કિંગમાં સતત સુધારો થયો છે

આ પણ વાંચોઃ Earthquake: ગુજરાતના આ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 3.4ની તીવ્રતા સાથે ઝટકો લાગતા ભયનો માહોલ

FSSAI ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અરુણ સિંઘલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ખાદ્ય વસ્તુઓમાં ઔદ્યોગિક ટ્રાન્સ ચરબી (ફેટ) નાબૂદ કરવા માટે પ્રાધિકરણ પ્રાથમિકતાના આધારે કામ કરી રહી છે. સિંઘલે કહ્યું કે FSSAI છેલ્લા દસ વર્ષથી આ પર કામ કરી રહ્યું છે. તે સમયે ટ્રાન્સફેટની મર્યાદા 10 ટકા નક્કી કરવામાં આવી હતી. ઉદ્યોગે તેને સ્વૈચ્છિક ધોરણે ઘટાડવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

બાદમાં, ટ્રાન્સફેટની મર્યાદા ઘટાડીને પાંચ ટકા અને પછી ત્રણ ટકા કરવામાં આવી હતી. જાન્યુઆરી 2022 થી આ મર્યાદા 2 ટકા રહેશે. કુપોષણ પર, તેમણે કહ્યું કે નિયમનકાર ‘ફોર્ટિફાઇડ ફૂડ’ ક્ષેત્રે શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ અને ખાદ્ય મંત્રાલય સાથે કામ કરી રહ્યું છે.

Whatsapp Join Banner Guj