Raj Kundra Shilpa Shetty

Raj kundra case: રાજ કુંદ્રા શિલ્પા સાથે ખુશ નહોતો, કહ્યા વગર મારા ઘરે આવ્યો અને ના પાડી છતાં કિસ કરી, શર્લિન ચોપરાએ કહ્યું- વાંચો વિગત

Raj kundra case: પોર્નોગ્રાફી કેસમાં પોતાનું નિવેદન નોંધાવવા માટે શર્લિન ચોપરા મુંબઈ ક્રાઇમ બ્રાંચની ઓફિસ આવી હતી

બોલિવુડ ડેસ્ક, 29 જુલાઇઃ Raj kundra case: રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં પોતાનું નિવેદન નોંધાવવા માટે શર્લિન ચોપરા મુંબઈ ક્રાઇમ બ્રાંચની ઓફિસ આવી હતી. અનેક મોડલ્સ તથા એક્ટ્રેસ રાજ કુંદ્રાની એપ હોટશોટ્સ વિરુદ્ધ ખૂલીને બોલી રહ્યાં છે. જોકે શર્લિન ચોપરાએ રાજ કુંદ્રા પર સેક્સ્યૂઅલ મિસકંડક્ટનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચોઃ Saudi bans: સાઉદીએ ભારત સહિત તેના રેડ લિસ્ટમાં સામેલ દેશોના નાગરિકો પર સાઉદીમાં પ્રવેશવા પર ત્રણ વર્ષ માટે પ્રતિબંધ મુક્યો- વાંચો વિગત

આ પહેલાં શર્લિને એપ્રિલ, 2021માં રાજ વિરુદ્ધ FIR કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ હાલમાં 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને કોર્ટે 28 જુલાઈના રોજ જામીન આપવાનો ઈનકાર કર્યો હતો.

શર્લિને (Raj kundra case)કહ્યું હતું કે રાજ કુંદ્રા 27 માર્ચ, 2019ના રોજ બિઝનેસ મીટિંગ પછી તેમની વચ્ચે મેસેજમાં ઉગ્ર દલીલો થઈ હતી અને તે જાણ કર્યા વગર તેના ઘરે આવ્યો હતો. રાજ કુંદ્રા ઘરે આવ્યો પછી તેને અચાનક જ જબરદસ્તી કિસ કરવા લાગ્યો હતો. તે સતત ના પાડતી હતી. તેણે રાજને કહ્યું હતું કે તે એક પરિણીત વ્યક્તિ સાથે સંબંધો રાખવા માગતી નથી અને બિઝનેસને એન્જોયમેન્ટ સાથે મિક્સ કરવા માગતી નથી. વધુમાં રાજે તેને એવું કહ્યું હતું કે તેના શિલ્પા સાથેના સંબંધો કોમ્પ્લિકેટેડ છે. તે ઘરમાં મોટા ભાગે સ્ટ્રેસમાં રહે છે.

આ પણ વાંચોઃ Tokyo olympics Update: આજે સિંધુ પ્રી ક્વાર્ટર ફાઈનલમાં ડેનમાર્કની બ્લિચફેલ્ટ સામે ટકરાશે, બોક્સર પુજા પહોંચી ક્વાર્ટર ફાઈનલમાં- વાંચો વિગત

શર્લિને(Raj kundra case) આગળ એવો દાવો કર્યો હતો કે તે ઘણી જ ડરી ગઈ હતી અને તે સતત રાજને આમ ના કરવાનું કહેતી હતી. જોકે રાજે તેની વાત માની નહોતી. ત્યાર બાદ તેણે ગમે તેમ કરીને રાજને જોરથી ધક્કો માર્યો હતો અને તે વોશરૂમમાં જતી રહી હતી. જ્યાં સુધી રાજ તેના ઘરેથી ના ગયો ત્યાં સુધી તે વોશરૂમમાં જ રહી હતી.

નોંધનીય છે કે, મુંબઈ પોલીસના સાયબર સેલે 2020માં આર્મ્સપ્રાઇમ વિરુદ્ધ નોંધાયેલી FIR (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) હેઠળ શર્લિનને આરોપી તરીકે રજૂ કરી છે. ક્રાઇમ બ્રાંચે 26 જુલાઈ, 2021ના રોજ પોર્ન ફિલ્મ રેકેટ કેસમાં નિવેદન આપવા માટે શર્લિનને સમન્સ પાઠવ્યું હતું. જોકે તેણે બોમ્બે હાઇકોર્ટમાંથી આગોતરા જામીન લીધા હતા.

આ પણ વાંચોઃ DICGC bill: ડીઆઈસીજીસી બિલ કેબિનેટની મંજૂરી મળતાં બેન્કના ખાતેદારોને મોટી રાહત- વાંચો મહત્વની વાત

Raj kundra case: શર્લિનના નિવેદનની ખાસ વાતો

  • 2019માં શર્લિન ચોપરાએ આર્મ્સપ્રાઇમની સાથે તેણે એક કરાર કર્યો હતો. જોકે શર્લિને પછી આર્મ્સપ્રાઇમ સાથેનો કોન્ટ્રેક્ટ રિન્યૂ કર્યો નહોતો. તેને 50-50%ના રેવન્યુ શૅરિંગ સામે વાંધો હતો. કોન્ટ્રેક્ટ પૂરો થતાં તેણે એપ પર જે કન્ટેન્ટ છે એ હટાવવાનું કહ્યું હતું, પરંતુ હજી પણ એ કન્ટેન્ટ છે.
  • કોન્ટ્રેક્ટ દરમિયાન શર્લિને એપ માટે કેટલાક વીડિયો શૂટ કર્યા હતા, જેમાંથી એક ‘ચોકલેટ વીડિયો’ અંગે સાયબર પોલીસે પૂછપરછ કરી હતી. શર્લિનની એ સમયે આર્મ્સપ્રાઇમના ક્રિએટિવ હેડ સાથે ઉગ્ર દલીલો થઈ હતી. ‘ચોકલેટ વીડિયો’ મુંબઈના અંધેરી (પૂર્વ)ની એક હોટલમાં શૂટ કરવામાં આવ્યો હતો. વીડિયો શૂટ અંગે ચોપરાએ કહ્યું હતું કે ક્રિએટિવ હેડે તેને શરમ છોડીને હોલિવૂડ મોડલની જેમ ખૂલીને સીન આપવાનું કહ્યું હતું.
  • શર્લિને પોલીસને કહ્યું હતું કે માર્ચ 2019માં રાજ કુંદ્રાએ ‘ધ શર્લિન ચોપરા એપ’ના આઇડિયા સાથે તેના બિઝનેસ મેનેજરનો સંપર્ક કર્યો હતો. રાજે એમ કહ્યું હતું કે તે જે કન્ટેન્ટ સો.મીડિયામાં અપલોડ કરે છે એ મફત છે, પરંતુ કસ્ટમાઇઝ એપના માધ્યમથી તે પૈસા કમાઈ શકે છે.
  • શર્લિને વધુમાં જણાવ્યું હતું કે આર્મ્સપ્રાઇમ તથા રાજ કુંદ્રાની સાથે તેણે 12 મહિનાનો કોન્ટ્રેક્ટ કર્યો હતો અને એમાં તેને ક્યારેય કાનૂની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. તેને ખ્યાલ હતો કે આ પ્રકારના નેચરનું કન્ટેન્ટ પ્રસારિત કરવું કાયદાકીય રીતે કોઈ મુશ્કેલી સર્જી શકે એમ નથી.
  • આ પણ વાંચોઃ Clouds burst: હિમાલયના પર્વતીય વિસ્તારોમાં આભ ફાટવાની પાંચ દુર્ઘટના, સિંધુનું જળસ્તર વધ્યું- 18 લોકોનાં મોત નિપજ્યાં, વાંચો સંપૂર્ણ વિગત
Whatsapp Join Banner Guj