Tokyo olympic

Tokyo olympics Update: આજે સિંધુ પ્રી ક્વાર્ટર ફાઈનલમાં ડેનમાર્કની બ્લિચફેલ્ટ સામે ટકરાશે, બોક્સર પુજા પહોંચી ક્વાર્ટર ફાઈનલમાં- વાંચો વિગત

Tokyo olympics Update: દીપિકા કુમારીનો વિજયી દેખાવ : પ્રવિણ-તરૃણદીપ બહાર

સ્પોર્ટ્સ ડેસ્ક, 29 જુલાઇઃ Tokyo olympics Update: ટોક્યો ઓલિમ્પિકમાં પાંચમા દિવસે ભારતીય બોક્સર પુજા રાનીએ વિજયી શુભારંભ કરતાં ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. ભારતની ૩૦ વર્ષની બોક્સરે તેના કરતાં ૧૦ વર્ષ નાની અલ્જેરિયન બોક્સર ઈચરાક ચાઈબને એક તરફી મુકાબલામાં ૫-૦થી હરાવી હતી.  હવે તે એક મુકાબલો જીતશે તેની સાથે ભારતનો વધુ એક મેડલ નિશ્ચિત બની જશે.

રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય બેડમિંટન સ્ટાર પી.વી. સિંધુએ તેની બીજી ગૂ્રપ મેચમાં જીત હાંસલ કરતાં પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે તીરંદાજીમાં દીપિકા કુમારીએ પણ વ્યક્તિગત ઈવેન્ટમાં અસરકારક શરૃઆત કરતાં રાઉન્ડ ઓફ ૧૬માં એન્ટ્રી મેળવી લીધી હતી. જોકે મહિલા હોકી ટીમનો નિરાશાજનક દેખાવ જારી રહ્યો હતો અને તેઓ બ્રિટન સામે ૧-૪થી હારી ગયા હતા. 

આ પણ વાંચોઃ Clouds burst: હિમાલયના પર્વતીય વિસ્તારોમાં આભ ફાટવાની પાંચ દુર્ઘટના, સિંધુનું જળસ્તર વધ્યું- 18 લોકોનાં મોત નિપજ્યાં, વાંચો સંપૂર્ણ વિગત

ભારતીય બોક્સર પુજા રાનીએ કારકિર્દીના સૌપ્રથમ ઓલિમ્પિક(Tokyo olympics Update)માં પ્રભાવશાળી શરૃઆત કરતાં તેના કરતાં ૧૦ વર્ષ યુવા બોક્સરને હરાવી હતી. હરિયાણાની બોક્સરે પ્રભુત્વસભર દેખાવ કરતાં જીત હાંસલ કરી હતી. હવે તેનો મુકાબલો ૩૧મી જુલાઈએ થશે. પુજા રાની માટે આગામી મુકાબલો પડકારજનર રહેશે. તેને ૩૧મી જુલાઈના રોજ ચીનની લી કિએન સામે ટકરાવાનું છે. જે ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અને બે વખતની એશિયન ગોલ્ડ મેડાલીસ્ટ રહી ચૂકી છે. બંને વચ્ચે ખેલાયેલા બે મુકાબલામાં ચીની બોક્સર પુજાને હરાવી ચૂકી છે. જોકે પુજા ઓલિમ્પિકાં અગાઉની હારનો બદલો ચૂકવી શકે છે. 

ટોક્યો ઓલિમ્પિક(Tokyo olympics Update)માં ભારતને બેડમિંટનમાં ઐતિહાસિક ગોલ્ડ અપાવવા માટે ફેવરિટ મનાતી પી.વી. સિંધુએ તેની બીજી ગૂ્રપ સ્ટેજની મેચમાં આસાન જીત હાંસલ કરી હતી. સિંધુએ હોંગ કોંગની એન.વાય. ચેઉંગ સામે સીધી ગેમ્સમાં ૨૧-૯, ૨૧-૧૬થી વિજય મેળવ્યો હતો. સિંધુ  બંને ગૂ્રપ મેચ જીતીને ટોચ પર રહી હતી અને તેણે અંતિમ ૧૬માં પ્રવેશ મેળવ્યો હતો. હવે આવતીકાલે  પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં તેનો મુકાબલો ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટ સામે થશે. જે ઓસ્ટ્રેલિયાની વેન્ડી ચેન સુઆન-યુ અને બલ્ગેરિયાની લિન્ડા ઝેટ્ચિરિને હરાવીને અંતિમ ૧૬માં પ્રવેશી છે. જો સિંધુ તે મેચમાં વિજેતા બને તો તેને ક્વાર્ટર ફાઈનલમાં જાપાનની યામાગુચી સામે ટકરાવું પડી શકે છે. જ્યારે મેન્સ સિંગલ્સમાં ભારતનો સાઈ પ્રણિત તેની બીજી ગૂ્રપ મેચમાં નેધરલેન્ડના માર્ક ચાલ્જોઉ સામે ૧૪-૨૧, ૧૪-૨૧થી હારીને બહાર ફેંકાયો હતો.

આ પણ વાંચોઃ DICGC bill: ડીઆઈસીજીસી બિલ કેબિનેટની મંજૂરી મળતાં બેન્કના ખાતેદારોને મોટી રાહત- વાંચો મહત્વની વાત

ભારતીય તીરંદાજ અને વર્લ્ડ નંબર વન દીપિકા કુમારીએ મહિલાઓની વ્યક્તિગત ઈવેન્ટમાં શાનદાર શરૃઆત કરતાં ભુતાનની કર્માને ૬-૦થી હરાવી હતી. જે પછી બીજા રાઉન્ડમાં તેણે અમેરિકાની જેનીફર મ્યુચિનો-ફર્નાન્ડેઝને ભારે સંઘર્ષમય મુકાબલામાં ૬-૪થી પરાજીત કરી હતી. હવે પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં તેનો સામનો આઠમો સીડ ધરાવતી રશિયન ઓલિમ્પિક કમિટિની ખેલાડી પેરોવા સામે થઈ શકે છે. ભારતના પ્રવિણ જાધવે પ્રથમ મુકાબલામાં રશિયાના બાઝાર્ઝાપોવને ૬-૦થી હરાવ્યો હતો. જોકે બીજા રાઉન્ડમાં તેને અમેરિકાના બ્રેડી એલિસન સામે ૦-૬થી હાર સાથે બહાર ફેંકાવું પડયું હતુ. ભારતના તરૃણદીપ રાયે પણ યુક્રેનના હુન્બિન સામે ૬-૪થી વિજયી પ્રારંભ કર્યો હતો, પણ બીજા રાઉન્ડમાં તે ઈઝરાઈલના ૬૦મો ક્રમાંક ધરાવતા ઈટાય શાની સામે ૬-૫ના સ્કોર બાદ ટાઈબ્રેકરમાં ૯-૧૦થી હાર્યો હતો. 

ભારતીય રોવર્સ અર્જુન લાલ અને અરવિંદ સિંહ લાઈટવેઈટ ડબલ સ્કલ્સની ઈવેન્ટની છ ટીમની સેમિ ફાઈનલમાં છ મિનિટ અને ૨૪.૪૧ સેકન્ડના સમય સાથે છેલ્લા સ્થાને રહ્યા હતા. ભારતીય જોડી સેમિ ફાઈનલ ટુમાં ૬ઠ્ઠા સ્થાને રહી હતી. બંને સેમિ ફાઈનલના ટોચના ત્રણ વિજેતા ગોલ્ડ મેડલની સ્પર્ધામાં ઉતરશે. જ્યારે અર્જુન અને અરવિંદની જોડી આવતીકાલે ૭ થી ૧૨માં સ્થાન માટેની રેસમાં ઉતરશે. ભારતીય રોવરો પહેલી વખત સેમિ ફાઈનલ સુધી પહોંચ્યા હતા.

Whatsapp Join Banner Guj