Farmer 1582671601

Farmer can get monthly rs 3000 as pension: પીએમ કિસાન યોજનામાં નામ નોંધાયેલ ખેડૂતને મળશે મહિને 3000 રુપિયાનો લાભ

Farmer can get monthly rs 3000 as pension: આ યોજનામાં નોંધાયેલા ખેડૂતોને વાર્ષિક 6000 રુપિયા ત્રણ સમાન હપ્તામાં એટલે કે દર 4 મહિને રુ.2000ના હપ્તા સ્વરુપે મળે છે

નવી દિલ્હી, 12 સપ્ટેમ્બરઃFarmer can get monthly rs 3000 as pension: હાલમાં જ પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના 12માં હપ્તા અંગે માહિતી સામે આવી હતી. આ યોજનામાં નોંધાયેલા ખેડૂતોને વાર્ષિક 6000 રુપિયા ત્રણ સમાન હપ્તામાં એટલે કે દર 4 મહિને રુ.2000ના હપ્તા સ્વરુપે મળે છે. આ યોજના ઉપરાંત સરકાર તરફથી ખેડૂતોને ખાસ સુવિધા રુપે દર મહિને રુ. 3000નું પેન્શન આપતી યોજના પણ ચલાવવામાં આવે છે. આ યોજનાનું નામ પીએમ કિસાન માનધન યોજના છે.

જો તમારું પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાં એકાઉન્ટ છે તો કોઈપણ અન્ય કાગળિયા કર્યા વગર તે ખેડૂતનું રજિસ્ટ્રેશન પીએમ કિસાન માનધન યોજનામાં પણ થઈ જાય છે. આ પેન્શન યોજના માટે જરુરી રુપિયા ખેડૂતને મળતા સમ્માન નિધિ યોજનાના રુપિયામાંથી જ કટ થઈ જાય છે.

આ પણ વાંચોઃ Preparation for National Games-2022: અમદાવાદ શહેરનાં વિવિધ ૮ સ્થળોએ ૧૫ જેટલી રમતોનું આયોજન થશે

જોકે આ માટે ખેડૂતે એક ફોર્મ ભરવું પડે છે. જે બાદથી જ પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત મળતા રુપિયામાંથી દર મહિને જરુરી રુપિયા કપાઈ જાય છે. તેમજ 60 વર્ષની ઉંમર બાદ ખેડૂતને દર મહિને રુ.3000 પેન્શન તરીકે મળે છે. તો પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત મળતા રુપિયા પણ મળતા રહે છે. કારણ કે 60 વર્ષની ઉંમર પછી તમારા પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના હપ્તામાંથી પેન્શનના રુપિયા કપાવાનું બંધ થઈ જાય છે.

પીએમ કિસાન માનધન યોજના વિશે

પીએમ કિસાન માનધન યોજના નાના અને સીમાંત ખેડૂતોને માસિક પેન્શન આપતી યોજના છે. જેમાં ખેડૂત 60 વર્ષની ઉંમરના થાય એટલે તેમને દર મહિને રુ.3000 પેન્શન સ્વરુપે મળે છે. એટલે કે વર્ષભરમાં 36000 રુપિયા મળે છે. સામાન્ય રીતે તેમાાં રજિસ્ટ્રેશન માટેની ઉંમર 18થી 40 વર્ષ વચ્ચેની કોઈપણ ઉમરના ખેડૂત કરાવી શકે છે. તેમજ તેમાં ખેડૂતે પોતાની ઉંમરના હિસાબે આ યોજનામાં રુપિયા જમા કરાવવા પડે છે. આ યોજનામાં માસિક ધોરણે રુ.55થી લઈને રુ. 200 સુધી જમા કરી શકાશે.

આ પણ વાંચોઃ Akshay accused of promoting dowry practice: અક્ષય કુમારની મુશ્કેલી વધી, અભિનેતા પર લાગ્યો આ મોટો આરોપ- વાંચો શું છે મામલો?

Gujarati banner 01