Farmer 1582671601

Money for farmers: તમારા એકાઉન્ટમાં પીએમ કિસાનના રૂપિયા નથી પહોંચ્યા? તો જાણો કયા કારણો છે જવાબદાર

Money for farmers: જો તમે ખેડૂત છો અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો હજુ સુધી તમારા ખાતામાં નથી પહોંચ્યો તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે સરકારે આવા અનેક કારણો આપ્યા છે.

નવી દિલ્હી, 06 જૂનઃ Money for farmers: જો તમે ખેડૂત છો અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો હજુ સુધી તમારા ખાતામાં નથી પહોંચ્યો તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે સરકારે આવા અનેક કારણો આપ્યા છે. જેના કારણે હપ્તા બંધ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે 31 મેના રોજ વડાપ્રધાન મોદીએ જાતે જ યોજનાનો 11મો હપ્તો પાત્ર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો.

પરંતુ હજુ પણ એવા લાખો લોકો છે જેમના ખાતામાં 11મા હપ્તાના રૂપિયા પહોંચ્યા નથી. આવા ખેડૂતો માટે સરકારે માર્ગદર્શિકા બહાર પાડી છે. મળતી માહિતી મુજબ આ આખા અઠવાડિયા સુધી ખાતામાં રૂપિયા પહોંચી જશે. જો તેના પછી પણ રૂપિયા પહોંચ્યા નથી, તો તેના માટે કેટલાક કારણો હોઈ શકે છે.

આ પણ વાંચોઃ Operation Blue Star: ઓપરેશન બ્લૂ સ્ટારની વરસી પર સુવર્ણ મંદિરમાં વિવાદ, ખાલિસ્તાની નારા લાગ્યા

આ હોઇ શકે છે હપ્તો ન પહોંચવાના કારણ

ઉલ્લેખનીય છે કે જો તમે સંસ્થાકીય ખેડૂત છો, તો તમને લાભ નહીં મળી શકે, જ્યારે નોકરી કરનારાઓને પણ આ યોજનામાંથી બહાર રાખવામાં આવ્યા છે. સાથે જ જેમનું માસિક પેન્શન 10 હજાર રૂપિયાથી વધુ છે તેમના ખાતામાં રૂપિયા નહીં પહોંચે. બીજી તરફ જો તમે લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાન પરિષદના ભૂતપૂર્વ અથવા વર્તમાન સભ્ય હોવ તો પણ તમને આ યોજનાનો લાભ મળી શકશે નહીં.

આવી રીતે કરો ચેક

જો તમે ઉપરોક્ત લિસ્ટમાં નથી, તો તમે ઘરે બેસીને તપાસ કરી શકો છો કે તમે 11મા હપ્તાનો લાભ મેળવવાની યાદીમાં છો કે નહીં. તેના માટે તમારે PM કિસાનના સત્તાવાર પોર્ટલ www.pmkisan.gov.in પર જવું પડશે. તેના પછી તમારે ‘ફાર્મર્સ કોર્નર’ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. તેના પછી તમારે ‘બેનિફિશ્યરી સ્ટેટસ’ વાળો ઓપ્શન પસંદ કરવાનો રહેશે. તેના પછી તમારે તમારો આધાર નંબર નાખવો પડશે. તેના પછી તમે તમારા પેમેન્ટનું સ્ટેટસ ચેક કરી શકો છો.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ complaint was registered against the leader of AAP party: કેજરીવાલની સભા પૂર્વે આપ નેતા અને મહેસાણા જિલ્લાના પ્રમુખ સામે ફરિયાદ દાખલ થઇ

Gujarati banner 01