The IPO of Indian Railway Finance Corporation will come next edited

રોકાણકારો માટે સારા સમાચારઃ આવતા અઠવાડીએ આવી રહ્યો છે રેલ્વે ફાઈનાન્સ કોર્પોરેશનનો આઈ.પી.ઓ. – જાણો વિગત

The IPO of Indian Railway Finance Corporation will come next edited

નવી દિલ્હી, 13 જાન્યુઆરીઃ શેર બજારમાં રોકાણ કરતા ઇન્વેસ્ટરો માટે સારા સમાચાર છે. ભારતીય રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન (આઇઆરએફસી) ની પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ) આવી રહી છે. જેની કિંમત રૂ. 4600 કરોડ178.20 કરોડ શેર છે. આઈઆરએફસીએ ફેબ્રુઆરી 2020 માં સેબીને આઇપીઓ માટે મંજૂરી આપી હતી છે.

Whatsapp Join Banner Guj

જે જાન્યુઆરી 18મી એ ખુલશે અને 20 જાન્યુઆરીએ બંધ થશે . આઇપીઓનો ભાવ બેન્ડ પ્રતિ શેર 25-26 રૂપિયા હશે. “આઈઆરએફસી શેર દીઠ રૂ. 25-26 ના પ્રાઇસ બેન્ડમાં 4600 કરોડ રૂપિયાના ઇશ્યૂ સાથે લિસ્ટિંગ માટે આવી રહ્યું છે. એમ રોકાણ વિભાગના સચિવએ જણાવ્યું હતું.

1986 માં સ્થાપિત, ભારતીય રેલ્વેની સમર્પિત ફાઇનાન્સિંગ વિભાગે રેલ્વે મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ જાહેર ક્ષેત્રનું સાહસ છે. આ એક નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની (એનબીએફસી) છે. જે ભવિષ્યની મૂડી આવશ્યકતાઓ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે અને ઇક્વિટી કેપિટલ બેઝ વધારવા માટે આઈપીઓની આવકનો ઉપયોગ કરશે.

આ પણ વાંચો…
સારા સમાચારઃ રાજ્યમાં શિક્ષકોની ભરતી માટે સરકારે આપી મંજૂરી, કુલ 6616 અધ્યાપકોની ભરતી થશે ટૂંક સમયમાં પ્રક્રિયા શરુ