pm kisan samman nidhi scheme link aadhaar card edited e1674044692519

પીએમ કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને મળી શકે છે દર મહિને પેન્શન, ફ્રીમાં થશે રજીસ્ટ્રેશન

pm kisan samman nidhi scheme link aadhaar card edited

નવી દિલ્હી, 13 જાન્યુઆરીઃ સરકારી નોકરી કરતા લોકોની જેમ જ ખેડૂતોને પણ દર મહિને પેન્શન મળી શકે છે. તેના માટે કેન્દ્ર સરકારની એક ખાસ યોજના છે. હકીકતમાં, ખેડૂતો માટે કેન્દ્ર સરકાર અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે. તેમાંથી જ એક છે- પીએમ કિસાન માનધન યોજના.

આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર બાદ પેન્શનની જોગવાઇ છે. 18 વર્ષથી 40 વર્ષની ઉંમરનો કોઇપણ ખેડૂત ઉંમર પ્રમાણે દર મહિને યોગદાન આપે તો 60ની ઉંમર બાદ તેને દર મહિને 3000 રૂપિયા અથવા દર વર્ષે 36000 રૂપિયા પેન્શન મળશે. આ પેન્શન ફંડનું મેનેજમેન્ટ ભારતીય જીવન વીમા નિગમ (LIC) કરી રહી છે. એક અહેવાલ અનુસાર અત્યાર સુધી આ યોજના સાથે 21 લાખથી વધુ ખેડૂતો જોડાઇ ચુક્યા છે. ચાલો તમને આ યોજના વિશે વિસ્તારથી જણાવીએ…

કિસાન પેન્શન યોજનામાં 18થી 40 વર્ષની ઉંમર ધરાવતા ખેડૂતો જોડાઇ શકે છે, જેની પાસે ખેતી માટે મહત્તમ 2 હેક્ટર સુધી જમીન છે. આ યોજના અંતર્ગત લઘુત્તમ 20 વર્ષ અને મહત્તમ 40 વર્ષ સુધી આશરે 55 રૂપિયાથી 200 રૂપિયા સુધીનું માસિક યોગદાન કરવાનું છે.

Whatsapp Join Banner Guj

યોગદાન ખેડૂતોની ઉંમર પર આધારિત છે. ઉદાહરણ તરીકે જો 18 વર્ષની ઉંમરમાં તમે આ યોજના સાથે જોડાઓ તો માસિક યોગદાન 55 રૂપિયા અથવા વાર્ષિક યોગદાન 660 રૂપિયા આવશે. સાથે જ જો 40 વર્ષની ઉંમરમાં જોડાશો તો 200 રૂપિયા પ્રતિ મહિના અથવા 2400 રૂપિયા પ્રતિ વર્ષ યોગદાન આપવાનું રહેશે.

આ યોજના અંતર્ગત જેટલુ યોગદાન ખેડૂતનું હશે, તેટલુ જ યોગદાન સરકાર પણ કરશે. એટલે કે જો પીએમ કિસાન એકાઉન્ટમાં તમારુ યોગદાન 55 રૂપિયા છે તો સરકાર પણ 55 રૂપિયાનું યોગદાન તમારા ખાતામાં કરશે.

Whatsapp Join Banner Guj

આ કિસાન માન ધન યોજનાનો લાભ લેવા માટે સંબંધિત કિસાનની નજીકની કૉમન સર્વિસ સેન્ટર (CSC) પર જઇને પોતાનુ રજીસ્ટ્રેશન કરાવવુ પડશે. તેના માટે કિસાનનું આધાર કાર્ડ અને લેન્ડ રેકોર્ડની નકલ લઇ જવાની રહેશે. આ સાથે જ ખેડૂતના 2 પાસપોર્ટ સાઇઝ ફોટો અને બેન્કની પાસબુક પણ જરૂરી છે.

ખેડૂત આ વાત યાદ રાખે કે રજીસ્ટ્રેશન માટે તેમને અલગથી કોઇપણ ફીસ ચુકવવાની જરૂર નથી. રજીસ્ટ્રેશન દરમિયાન ખેડૂતનું પેન્શન યૂનિક નંબર અને પેન્શન કાર્ડ બનાવી દેવામાં આવશે.

આ પણ વાંચો…
રોકાણકારો માટે સારા સમાચારઃ આવતા અઠવાડીએ આવી રહ્યો છે રેલ્વે ફાઈનાન્સ કોર્પોરેશનનો આઈ.પી.ઓ. – જાણો વિગત