Zomato careem pakistan

Zomato v/s careem pakistan:ભારત-પાકની મેચ પહેલા જ સોશિયલ મીડિયા પર બંને દેશની ફૂડ ડિલિવરી કંપનીઓ આમને સામને- વાંચો શું છે મામલો?

Zomato v/s careem pakistan: મેચ શરુ થવાના ગણતરીના કલાકો પહેલાથી જ સોશિયલ મીડિયા પર પણ ભારત અને પાકિસ્તાનની ચર્ચા

બિઝનેસ ડેસ્ક, 24 ઓક્ટોબરઃ Zomato v/s careem pakistan: ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચની કરોડો ક્રિકેટ ચાહકો રાહ જોઈ રહ્યા છે. મેચ શરુ થવાના ગણતરીના કલાકો પહેલાથી જ સોશિયલ મીડિયા પર પણ ભારત અને પાકિસ્તાનની ચર્ચા છે.આ દરમિયાન ભારત અને પાકિસ્તાનની બે કંપનીઓ પણ મેચને લઈને ટ્વિટર પર આમને સામને આવી ગઈ છે.

બન્યુ એમ છે કે, ભારતીય કંપની ઝોમેટોએ પાકિસ્તાન(Zomato v/s careem pakistan)ના ક્રિકેટ બોર્ડને ટેગ કરીને લખ્યુ હતુ કે, તમને જો બર્ગર અને પિઝાની જરુર હોય તો અમે માત્ર એક જ મેસેજ દુર છે.ઝોમેટોનો ઈશારો અગાઉની મેચમાં હાર બાદ પાકિસ્તાની ફેનની ટીકા તરફ હતો કે, પાકિસ્તાની ખેલાડીઓ રાતભર પિઝા અને બર્ગર ખાતા રહ્યા હતા.

જેનો જવાબ પાકિસ્તાની કંપની કરીમે આપ્યો હતો.કરીમે લખ્યુ હતુ કે, ચિંતા ના કરો અમે પાક ખેલાડીઓને ફ્રી બર્ગર અને પિઝા ડિલિવર કરી રહ્યા છે અને તમારા માટે ફેન્ટાસ્ટિક ટી પણ મોકલી રહ્યા છે.પાક કંપનીના ઈશારો ભારતીય વાયુસેનાના પાયલોટ અભિનંદન તરફ હતો.જેમને બે દેશો વચ્ચે થયેલી અથડામણ બાદ પાકિસ્તાને અટકાયતમાં લીધા હતા.

જોકે પાકિસ્તાની કંપનીએ કરેલી સાવ નીચલી કક્ષાની કોમન્ટ બાદ ભારતીય યુઝર્સ ભડકયા હતા અને તેમણે ટ્વીટર પર કરીમ કંપનીને ટ્રોલ કરવા માંડી હતી.એ પછી બંને દેશના ચાહકો વચ્ચે ટ્વિટર પર રીતસરનુ યુધ્ધ જ છેડાઈ ગયુ હતુ.

આ પણ વાંચોઃ lockdown: આ રાજ્યએ 15 નવેમ્બર સુધી લોકડાઉન લગાવ્યું- વાંચો વિગત

Whatsapp Join Banner Guj