9dad1bdc fd10 4a16 a92d 2cd6e6f8dd79

Gujarat ATS: દેવભૂમિ દ્વારકા ખાતેથી અંદાજિત રૂ. 15 કરોડના આશરે 5kg Heroinનો જથ્થો જપ્ત કરવામાં ગુજરાત એ.ટી.એસે મેળવી સફળતા- વાંચો વિગત

Gujarat ATS: કુલ 530 કિલો, અંદાજિત રૂ. 2500 કરોડથી વધુની કિંમતના ATS Gujarat, STF Punjab તથા NIA સહિતના ચાર જેટલા હેરોઈન ડ્રગ્ઝ સીઝરના કેસમાં વોન્ટેડ આરોપી શાહીદ કાસમ સુમરાને દિલ્હી એરપોર્ટ ખાતેથી પકડી પાડતી એ.ટી.એસ. ગુજરાત

અમદાવાદ, 29 જુલાઇઃ Gujarat ATS: એ.ટી.એસ. ગુજરાતની ટીમને મળેલ બાતમી હકીકત આધારે સલાયા, દેવભૂમિ દ્વારકા ખાતેથી અંદાજિત રૂ. 15 કરોડના આશરે 5 kg Heroinનો જથ્થો જપ્ત કરવામાં આવેલ, જે આધારે ATS Gujarat ખાતે NDPS [Narcotic Drugs and Psychotropic Substances] Act હેઠળ August, 2018માં ગુન્હો નોંધાયેલ અને તપાસ દરમ્યાન દેશના વિવિધ રાજ્યોમાંથી આંઠ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ, જે કેસમાં શાહીદ કાસમ સુમરા, ઉં. વર્ષ: 35, રહે. માંડવી, કચ્છ, ગુજરાત વોન્ટેડ હતો.

આ પણ વાંચોઃ Raj kundra case: રાજ કુંદ્રા શિલ્પા સાથે ખુશ નહોતો, કહ્યા વગર મારા ઘરે આવ્યો અને ના પાડી છતાં કિસ કરી, શર્લિન ચોપરાએ કહ્યું- વાંચો વિગત

પકડાયેલ આરોપીઓની પૂછરછ, ડેટા એનાલીસીસ, સર્વેલન્સ તથા હ્યુમન ઈન્ટેલીજન્સ દ્વારા ગુપ્ત માહિતી મળેલ, જે આધારે વોન્ટેડ આરોપી દિલ્હી આવેલ હોવાની જાણ થતા ATS Gujaratની ટીમે સદરી આરોપી શાહીદ કાસમ સુમરાને દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી પકડી પાડેલ છે.

આ ગુનાની તપાસ દરમ્યાન જણાઇ આવેલ કે આ ગુનાના આરોપીઓએ ગુનાહિત કાવતરુ કરી એકબીજાની મદદગારીથી અગાઉ કુલ 500 કીલો હેરોઇનનો જથ્થો પાકિસ્તાન થી વહાણમાં લાવી ગુજરાતના જખૌના દરીયામાં સાત આઠ માઇલ અંદર દરીયામા વહાણ મારફતે અલગ અલગ દિવસોએ ડીલીવરી મેળવી તેને નાની ફાઇબરની બોટમાં લાવી માંડવી ખાતે રહેતા આરોપી રફીક આદમ સુમરા તથા શાહીદ કાસમ સુમરાનાઓને આપેલો. ત્યાર બાદ 300 કિલો હેરોઇનનો જથ્થો આરોપીઓ શાહીદ કાસમ સુમરા તથા રફીક આદમ સુમરા તથા રાજુ દુબઇએ ત્રણ ફેરામાં આરોપી સીમરનજીતના કહેવાથી તેના સાગરીતો મંજુરઅહેમદ અલીમંહમદ મીર તથા નઝીરઅહેમદ લાસીમહમંદ ઠાકર રહે બન્ને જમ્મુ-કાશ્મીરનાઓ મારફતે જીરૂની આડમાં સદર હેરોઇનનો જથ્થો ટ્રાન્સપોર્ટ મારફતે પંજાબ ખાતે મોકલાવેલ હતો. જે કેસમાં સદરી આરોપી શાહીદ કાસમ સુમરા ફરાર થઈ ગયેલ.

આ પણ વાંચોઃ Raj kundra case: રાજ કુંદ્રા શિલ્પા સાથે ખુશ નહોતો, કહ્યા વગર મારા ઘરે આવ્યો અને ના પાડી છતાં કિસ કરી, શર્લિન ચોપરાએ કહ્યું- વાંચો વિગત

ત્યારબાદ સદરી આરોપી શાહીદ કાસમ સુમરાનાએ આશરે 200 કિલો જેટલો હેરોઇનનો જથ્થો તેના સાગરીતો મારફતે પંજાબ અમૃતસર ખાતે ટ્રાન્સપોર્ટ મારફતે આરોપી સીમરનજીતના સાગરિતોને ડીલીવરી સારુ મોકલી આપેલ. જે અન્વયે પંજાબ અમૃતસર એસ.ટી.એફ. નાઓએ બે અલગ-અલગ કેસમાં 188 કિલો તથા 5 કિલો હિરોઇનનો જથ્થો પકડી પાડી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરેલ. જે બન્ને NDPS ગુનાઓમાં પણ આરોપી શાહીદ કાસમ સુમરા વોન્ટેડ હતો.

ત્યારબાદ પણ સદરી આરોપી શાહીદ કાસમ સુમરાએ ગેરકાયદેસર રીતે નાર્કોટેક્સ ની હેરાફેરીનું રેકેટ ચાલુ રાખેલ. જે અન્વયે એ.ટી.એસ. ગુજરાત(Gujarat ATS)ની ટીમને બાતમી હકીકત મળેલ કે, શાહીદ કાસમ સુમરા કે જે અગાઉ પણ એટીએસ ગુજરાતના NDPSના ગુન્હામાં તથા પંજાબ STF ના NDPSના ગુન્હામાં પણ સંડોવાયેલ છે, તે શાહીદ કાસમ સુમરાએ પોતાના માણસો મારફતે પાકિસ્તાનથી હેરોઇનનો જથ્થો મંગાવી પંજાબના (૧) મનજીતસીંગ બુટાસીંગ (૨) રેશમસીંગ કરસનસીંગ તથા (૩) પુનિત ભીમસેન કજાલાનાઓને ડીલીવરી કરવાનો હતો. જે આધારે એપ્રીલ 2021માં ATS Gujarat તથા ICGના સંયુક્ત ઓપરેશનમાં શંકાસ્પદ બોટ “નુહ” ને આંતરી આ બોટમાં રહેલ આઠ પકિસ્તાની ઇસમો તથા તેમના કબ્જામાં રહેલ ૩૦ કિ.ગ્રા. જેટલો હેરોઇનનો જથ્થો જેની અંદાજીત કિંમત આશરે ૧૫૦-કરોડની થાય તથા આઠ પાકિસ્તાની નાગરીકોને “નુહ” બોટ સાથે પકડી પાડવામાં આવેલ હતા. જે ગુન્હામાં પણ સદરી આરોપી શાહીદ કાસમ સુમરા વોન્ટેડ છે.

આ પણ વાંચોઃ Saudi bans: સાઉદીએ ભારત સહિત તેના રેડ લિસ્ટમાં સામેલ દેશોના નાગરિકો પર સાઉદીમાં પ્રવેશવા પર ત્રણ વર્ષ માટે પ્રતિબંધ મુક્યો- વાંચો વિગત

સદરી આરોપી શાહીદ કાસમ સુમરાએ નાર્કોટીક્સ ની હેરાફેરી માં મળેલ નાણાં નો ઉપયોગ આતંકવાદી સંગઠનોને ફંડીંગ કરવા સારૂ કરેલ હોવાનું તથા અન્ય આતંકી પ્રવૃત્તિઓમાં પણ સંકળાયેલ હોવાનું જાણાઈ આવેલ છે.

આમ સદરી આરોપી શાહીદ કાસમ સુમરા કુલ 530 કિલો, અંદાજિત રૂ. 2500 કરોડથી વધુની કિંમતના ચાર જેટલા હેરોઈન ડ્રગ્ઝ સીઝર કેસમાં વોન્ટેડ હોઈ અને ટેરર ફંડીંગ તથા આતંકવાદી પ્રવૃત્તિમાં સંકળાયેલ હોઈ ગુપ્ત બાતમી આધારે એ.ટી.એસ. ગુજરાત(Gujarat ATS) ની ટીમ દ્ધારા દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી પકડી પાડવામાં મોટી સફળતા મળેલ છે.

આ પણ વાંચોઃ DICGC bill: ડીઆઈસીજીસી બિલ કેબિનેટની મંજૂરી મળતાં બેન્કના ખાતેદારોને મોટી રાહત- વાંચો મહત્વની વાત

Gujarat ATS