ambedkar 5

બાબાસાહેબ આંબેડકરની આજે જન્મજયંતિ(ambedkar jayanti) વડાપ્રધાને મોદીએ પાઠવી શ્રદ્ધાંજલી, યુવાઓને આપ્યો આ સંદેશ

નવી દિલ્હી, 14 એપ્રિલઃ દેશના બંધારણના રચયિતા ડૉ. બાબાસાહેબ આંબેડકર(ambedkar jayanti)ની 14 એપ્રિલના રોજ એટલે કે આજે 130મી જન્મજયંતિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને સાથે જ બાબાસાહેબનો સંઘર્ષ દરેક પેઢી માટે એક મિસાલ છે તેમ કહ્યું હતું. વડાપ્રધાન મોદીએ આંબેડકર જયંતિ નિમિત્તે ટ્વીટ પણ કરી હતી.

વડાપ્રધાન મોદીએ ટ્વીટમાં લખ્યું હતું કે, ‘હું આંબેડકર જયંતિ(ambedkar jayanti) નિમિત્તે ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને માથું નમાવીને વંદન કરૂ છું. તેમણે પોતાના સંઘર્ષ વડે સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગોને મુખ્ય ધારામાં લાવવાનું કામ કર્યું, જે દરેક પેઢી માટે એક મિસાલ રહેશે.’

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે ડૉ. બીઆર આંબેડકરની જયંતીના દિવસે જાહેર રજા પણ જાહેર કરવામાં આવી છે. તેમણે દેશમાંથી જાતિ પ્રથાને ખતમ કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તેમના મુજબ તમામ લોકોને એક જ સમાન અધિકાર મળવા જોઇએ, જેથી આગળ જઇ કોઇ પણ પ્રકારના ભેદભાવ ના થાય.

આ પણ વાંચો….

કર્મ (About karma)કરવાથી પણ સફળતા નથી મળી રહી તો અચૂક જુઓ આ વીડિયો, જાણો શું કહે છે ટેરો કાર્ડ રિડર પનિત લુલ્લા

ADVT Dental Titanium