olympics hockey

olympic: ભારતનો મેન્સ હોકીમાં સ્પેન સામે ૩-૦થી વિજય, મહિલા બોક્સિંગમાં લવલીના ધમાકેદાર શરૃઆત કરતાં ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો..!

olympic: પુરુષ બોક્સરોના નિરાશાજનક દેખાવ બાદ મહિલા બોક્સિંગમાં લવલીના બોરગોહેને ધમાકેદાર શરૃઆત કરતાં ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો

સ્પોર્ટ્સ ડેસ્ક, 28 જુલાઇઃ olympic: ઓસ્ટ્રેલિયા સામેની ૧-૭ની નાલેશીભરી હાર બાદ ભારતીય મેન્સ ટીમે વળતો હૂમલો કરતાં સ્પેન સામેની ટોક્યો ઓલિમ્પિક લીગ મેચમાં જીત હાંસલ કરી હતી. મનપ્રીત સિંઘની આગેવાની હેઠળની ભારતીય ટીમે આક્રમક અંદાજ અને મજબૂત ડિફેન્સને સહારે સ્પેનને ૩-૦થી સજ્જડ પરાજય આપતાં નોકઆઉટમાં પ્રવેશવાની આશા જીવંત રાખી હતી.

ભારતનો ત્રણ મેચ(olympic)માં આ બીજો વિજય હતો. પુરુષ બોક્સરોના નિરાશાજનક દેખાવ બાદ મહિલા બોક્સિંગમાં લવલીના બોરગોહેને ધમાકેદાર શરૃઆત કરતાં ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે તે ક્વાર્ટર ફાઈનલમાં જીતશે તો તેનો મેડલ નિશ્ચિત થઈ જશે.

આ પણ વાંચોઃ Appointed commissioner of delhi police: ગુજરાત કેડરના ઉચ્ચIPS અધિકારી રાકેશ અસ્થાનાને દિલ્હી પોલીસ કમિશનર બનાવ્યા- વાંચો વિગત 

ટોક્યો ઓલિમ્પિક(olympic)માં ભારતને શૂટિંગમાં સૌથી વધુ મેડલની આશા હતી અને તે જ રમતમાં શૂટરો સુપરફ્લોપ સાબિત થયા હતા. વ્યક્તિગત ઈવેન્ટ્સમાં કંગાળ દેખાવ બાદ આજે મિક્સ ટીમ ઈવેન્ટમાં પણ ભારતની એક પણ જોડી ફાઈનલ માટે ક્વોલિફાય થઈ શકી નહતી. મનુ ભાકેર અને સૌરભ વર્માની જોડી ૧૦ મીટર એર પિસ્તોલની મિક્સ ટીમ ઈવેન્ટમાં સ્ટેજ વન ક્વોલિફાઈંગમાં ૫૮૩ના સ્કોર સાથે ટોચ પર રહ્યા હતા.

જોકે ક્વોલિફાઈંગ(olympic)  ટુમાં તેઓ ૩૮૦ના સ્કોર સાથે સાતમા ક્રમે રહેતા ફાઈનલમાં પ્રવેશી શક્યા નહતા. જ્યારે તેમની સાથે ઉતરેલા ભારતના યશસ્વિની દેશવાલ અને અભિષેક વર્માની જોડી પ્રથમ ક્વોલિફાઈંગમાં ૧૭માં સ્થાને રહેતા બીજા સ્ટેજમાં પ્રવેશી શકી નહતી.  જ્યારે ઈલાવેનિલ વાલારિવન અને દિવ્યાંશ પનવરની જોડી ૧૦ મીટર એર રાઈફલની મિક્સ ટીમ ઈવેન્ટમાં ૧૨માં ક્રમે રહ્યા હતા અને બીજા રાઉન્ડમાં પ્રવેશી શક્યા નહતા. તેમની સાથેના  દીપક કુમાર અને અંજુમ મુદગીલની જોડી પ્રથમ ક્વોલિફાઈંગમાં જ ૧૮માં ક્રમે રહેતા બહાર ફેંકાયા હતા. 

આ પણ વાંચોઃ Pornography Raj kundra case: શિલ્પા પતિ પર ભડકી કહી આ મોટી વાત…,બીજી તરફ ગુજરાતના બિઝનેસમેનની ફરિયાદ- વાંચો સંપૂર્ણ અહેવાલ

ટોક્યો ઓલિમ્પિકમાં ન્યૂઝિલેન્ડ સામે ૩-૨થી વિજય મેળવીને શુભારંભ કરનારી ભારતીય મેન્સ હોકી ટીમને ઓસ્ટ્રેલિયા સામે ૧-૭થી શરમજનક હારનો સામનો કરવો પડયો હતો. જે પછી ભારતીય મેન્સ હોકી ટીમે જબરજસ્ત પુનરાગમન કરતાં સ્પેન સામે ૩-૦થી જીત હાંસલ કરી હતી. ભારત તરફથી રૃપિન્દર પાલ સિંઘે બે ગોલ ફટકાર્યા હતા.

જ્યારે એક ગોલ સિમરનજીત સિંઘે નોંધાવ્યો હતો. સ્પેનિશ ટીમ ભારતીય ડિફેન્સ અને ગોલકિપર પી.આર. શ્રીજેશને બીટ કરી શકી નહતી. ભારતે ફર્સ્ટ ક્વાર્ટરમાં જ ૨-૦થી સરસાઈ હાંસલ કરી લીધી હતી. જે પછી આખરી ક્વાર્ટરમાં અંતિમ ગોલ નોંધાવ્યો હતો. 

આ પણ વાંચોઃ Corona vaccine for kids: દેશમાં બાળકો માટેનાં રસીકરણનો શુભારંભ આવતા મહિનાથી: કેન્દ્ર આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા

આસામની બોક્સર લવલીના બોરગોહેને ૩-૨થી જર્મનીની એપ્ટેઝને હરાવીને મહિલાઓની ૬૪ થી ૬૯ કિગ્રા વજન વર્ગની વેલ્ટરવેઈટ ઈવેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં લવલીનાએ એપેટ્ઝને ૩-૨થી હરાવી હતી. ત્રણ રાઉન્ડના મુકાબલામાં ત્રણ જજીસે લવલીનાની તરફેણમાં ૨૯-૨૮, ૩૦-૨૭, ૩૦-૨૭થી પોઈન્ટ્સ આપ્યા હતા.

જ્યારે બે જજીસે એપેટ્ઝની તરફેણમાં ૨૯-૨૮ અને ૩૦-૨૭થી પોઈન્ટ્સ આપ્યા હતા. હવે ક્વાર્ટર ફાઈનલમાં તે તાઈપેઈની ચેન નિઈન-ચિન સામે ટકરાશે. જે ૨૦૧૮ની વર્લ્ડ ચેમ્પિયનશિપની ગોલ્ડ મેડાલીસ્ટ છે.

Whatsapp Join Banner Guj