school 1605808499 edited e1647265814271

Board exam: કોરોનાનો કહેર વધતા આ રાજ્યમાં ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા સ્થગિત

મુંબઇ, 12 એપ્રિલઃ Board Exam: કોરોના વાયરસના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખતા મહારાષ્ટ્ર સરકારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સ્થગિત કરી દીધી છે. સોમવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને  શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ સાથે થયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. 

ગાયકવાડે ટ્વીટ કરીને કહ્યું, મહારાષ્ટ્રમાં વર્તમાન કોરોનાની સ્થિતિ જોતા અમે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા(Board exam) સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. હવે ધોરણ 12ની પરીક્ષાનું આયોજન મેના અંત સુધી જશે જ્યારે ધોરણ 10ની પરીક્ષા જૂન મહિનામાં લેવાશે. તે પ્રમાણે નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર CBSE, ICSE અને IB ને વિનંતી કરશે કે તે પોતાની પરીક્ષા(Board exam)ની તારીખો પર પુનવિચાર કરે. 

Whatsapp Join Banner Guj

નોંધનીય છે કે, આ અગાઉ રાજ્ય સરકારે ધોરણ 1થી 9 અને ધોરણ 11ના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા(Board exam) આપ્યા વગર આગામી ક્લાસમાં પ્રમોટ કરવાનો નિર્ણય લીધો હતો. ગાયકવાડે પોતાના ટ્વીટર પર વીડિયો શેર કરતા કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ક્લાસ 1થી 9 અને ધોરણ 11ના બધા મહારાષ્ટ્ર બોર્ડ ના વિદ્યાર્થીઓની પરીક્ષા લીધા વગર પ્રમોટ કરી દેવામાં આવશે. 

આ પણ વાંચો….

Mahakumbh 2021: આજે શાહી સ્નાન, 50 ટકા સંતો કોરોના સંક્રમિત થતા સંત સમાજ અને મેળા પ્રશાસનમાં ખળભળાટ

ADVT Dental Titanium