Dr Randeep Guleria

વેક્સિનને લઇને AIIMS ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા(Dr Randeep guleria)એ આપ્યુ મોટુ નિવેદન, જાણો શું કહ્યું…?

નવી દિલ્હી, 15 મેઃ દેશમાં હાલ કોરોના વેક્સીન (Vaccine) ખૂબ અછત છે. પરંતુ આગામી બે મહિનામાં પર્યાપ્ત માત્રામાં વેક્સીન ઉપલબ્ધ થઇ શકે છે. એમ્સ (AIIMS) ડાયરેક્ટર  રણદીપ ગુલેરિયા (Dr Randeep guleria) એ કહ્યું કે આગામી બે મહિનામાં રસી મોટી માત્રામાં ઉપલબ્ધ થઇ જશે કારણ કે વેક્સીન બનાવનાર કંપનીઓ ભારત (India) માં ઉત્પાદન શરૂ કરી દેશે. આ ઉપરાંત બહારથી પણ વેક્સીન આવશે. જોકે રણદીપ ગુલેરિયા (Dr Randeep guleria) એ એ પણ કહ્યું કે વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તર પર વેક્સીનની હંમેશા કંઇક ને કંઇક અછત રહેશે.

Whatsapp Join Banner Guj

રણદીપ ગુલેરિયા (Dr Randeep guleria) એ કહ્યું કે ”કોવિશીલ્ડ, કોવેક્સીન, સ્પૂતનિક (Sputnik) નું નિર્માણ ભારતમાં વધુમાં વધુ કરવામાં આવશે. સ્પૂતનિકએ ભારતમાં નિર્માણ માટે ઘણી કંપનીઓ સાથે કરાર કર્યો છે. આ ઉપરાંત ભારત બાયોટેક અને સીરમ ઇંસ્ટીટ્યૂટ પણ નવા પ્લાન્ટ લગાવી રહ્યા છે. જુલાઇ-ઓગસ્ટ સુધી આપણી પાસે મોટી માત્રામાં ડોઝ ઉપલબ્ધ હશે.”

Dr Randeep guleria

તો બીજી તરફ મેદાંતા હોસ્પિટલના ચેરમેન ડો નરેશ ત્રેહને કહ્યું કે આજે વેક્સીન માટે પેનિક થવું યોગ્ય નથી. જ્યાં કોરોના હોટસ્પોટ છે ત્યાં 6 અઠવાડિયામાં વેક્સીન લાગવી જોઇએ પરંતુ જ્યાં ઓછા કેસ થઇ રહ્યા છે ત્યાં ડોઝ વચ્ચેનો સમય વધારી શકાય છે. 

આ પણ વાંચો….

પરેશ રાવલ(Paresh rawal)ના નિધનના સમાચારની અફવા જાહેર થતા, અભિનેતાએ આપ્યો આવો જવાબ- વાંચીને તમને પણ હસવુ આવશે…!