Election commission warning: ચૂંટણી પંચે 6 રાજયોમાં પેટાચૂંટણીની જાહેરાત કરી, કહ્યુ- રાજકીય પક્ષો લોકોને ખોટા વાયદા ન કરે

Election commission warning: ચુંટણી પંચે દરેક રાજકીય પક્ષોને એક પત્ર લખી તેમને ચેતવ્યા છે કે કોઈ પણ ખોટા ચુંટણી વાયદાઓ ન કરે. જે કોઈ ચુંટણી-વચનો અપાય તેવા તે વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે તે આર્થિક રીતે પુરા થઈ શકે તેમ છે કે નહીં.

નવી દિલ્હી, 05 ઓક્ટોબર: Election commission warning: ચૂંટણી પંચે સોમવારે ૬ રાજયોની ખાલી પડેલી ૭ બેઠકો માટે ૩ નવેમ્બરના રોજ પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. પેટાચૂંટણીઓ બિહારની મોકામા અને ગોપાલગંજ, મહારાષ્ટ્રની અંધેરી ઈસ્ટ,હરિયાણાની આદમપુર, તેલાંગાનાની મુનુગોડે, ઉત્તર પ્રદેશની ગોલા ગોરખનાથ અને ઓડીશાની ધામનગર સીટો પર કરવામાં આવશે. 

આ પેટાચૂંટણીની મતગણતરી ૬ નવેમ્બરના રોજ કરવામાં આવશે, તેવી જાહેરાત ચૂંટણી પંચે કરી હતી. પેટાચૂંટણી માટે જાહેરનામું ઓકટોબર ૭ના રોજ જારી કરવામાં આવશે. બિહાર, મહારાષ્ટ્ર, તેલાંગાના, ઉત્તર પ્રદેશઅને ઓડીશાની ૫ સીટો જે તે વિસ્તારના ધારાસભ્યના અવસાન પછી ખાલી પડી હતી. જયારે બિહારના મોકામાના ધારાસભ્યને એક કેસમાં સજા થતા તેમને ગેરલાયક ઠેરવ્વામાં આવ્યા હતાં જયારે  હરિયાણામાં કુલદીપ બિશ્નોઇના રાજીનામા પછી ખાલી પડેલી સીટ પર ચૂંટણી યોજવામાં આવશે.

આ પણ વાંચોઃ CM congratulated Vijaya Dashami: CM ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમી પર્વની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી

આ ઉપરાંત ચુંટણી પંચે દરેક રાજકીય પક્ષોને એક પત્ર લખી તેમને ચેતવ્યા છે કે કોઈ પણ ખોટા ચુંટણી વાયદાઓ ન કરે. જે કોઈ ચુંટણી-વચનો અપાય તેવા તે વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે તે આર્થિક રીતે પુરા થઈ શકે તેમ છે કે નહીં.

આ સાથે ચુંટણી પંચે તેમ પણ કહ્યું હતું કે, ”ચુંટણી વાયદાઓ અંગે સંપુર્ણ માહિતી ન આપવાની અને તેની વિત્તીય-સ્થિરતા પર પડનારી અયોગ્ય અસર પ્રત્યે પંચ આંખ આડા કાન કરી ન શકે. કારણ કે આવા વાયદાઓની દૂરગામી અસર થતી હોય છે. આ સાથે ચુંટણી પંચે રાજકીય પક્ષો દ્વારા અપાતા વાયદાઓની ઘોષણા અંગે એક પ્રમાણભૂત-નીતિ-રેખા દોરવાનો પણ પ્રયાસ કર્યો છે.”

આ અંગે ચુંટણી પંચે એક રૂપરેખા પણ તૈયાર કરી છે. તે પ્રમાણે નાણાંકીય સંસાધનોની જાહેરાત પણ તે વાયદાઓ સાથે કરવી અનિવાર્ય બની રહેશે.

તેનો હેતુ ચુંટણી વાયદાઓની નાણાંકીય વ્યવહારૂતા પણ મતદારોને જણાવવાનો છે. સાથે તેમ પણ કહ્યું છે કે, તે વાયદાઓ રાજ્ય કે કેન્દ્રની નાણાંકીય ક્ષમતામાં આવી જાય છે કે કેમ તે પણ જોવું જરૂરી છે.

ટુંકમાં ચુંટણી જીતવા માટે કેટલાએ પક્ષો અને તેના નેતાઓ, મતદારોને લોભાવવા, આર્થિક અને નાણાંકીય રીતે પણ કદી ન પોસાય તેવા વચનો ચુંટણી પ્રચાર સમયે આપતા રહે છે. તેથી અબુધ અને ભોલા મતદારો જેઓને અર્થતંત્રની કે દેશની નાણાંકીય સ્થિતિની ગતાગમ જ નથી હોતી તેઓ દોરવાઈ જાય છે. પરિણામે છેવટે નુકસાન તેમને જ થાય છે.

આ પણ વાંચોઃ Harshad Ribadia resigned: વીસાવદર મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ આપ્યુ રાજીનામુ

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.