Shastra Puja: વિજયાદશમીના અવસરે CM ભુપેન્દ્ર પટેલે સુરક્ષા કર્મીઓ સાથે પોતાના નિવાસસ્થાને શસ્ત્ર પૂજન કર્યું

Shastra Puja: વિજયાદશમીએ શાસ્ત્રોકત પૂજન ની પરંપરા હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શરૂ કરાવી છે

ગાંધીનગર, 05 ઓક્ટોબરઃ Shastra Puja: મુખ્યમંત્રીની સુરક્ષા સલામતી વ્યવસ્થામાં ફરજરત સુરક્ષા કર્મીઓના શસ્ત્રોના પ્રતિ વર્ષ વિજયાદશમીએ શાસ્ત્રોકત પૂજન ની પરંપરા હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શરૂ કરાવી છે.


આજે વિજયાદશમીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પરંપરા આગળ ધપાવતા પોતાની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા પોલીસ દળના કર્મીઓ સાથે તેમના શસ્ત્રોનું પૂજન વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું હતું.


તેમણે સૌ સુરક્ષા કર્મીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી અને રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા,સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી. મુખ્યમંત્રી સુરક્ષાના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ મુખ્યમંત્રીને આ પ્રસંગે આવકાર્યા હતા.

આ પણ વાંચોઃ Election commission warning: ચૂંટણી પંચે 6 રાજયોમાં પેટાચૂંટણીની જાહેરાત કરી, કહ્યુ- રાજકીય પક્ષો લોકોને ખોટા વાયદા ન કરે

આ પણ વાંચોઃ CM congratulated Vijaya Dashami: CM ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમી પર્વની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી

Gujarati banner 01