Fire breaks out in durga puja pandal

Fire breaks out in durga puja pandal: દુર્ગા પૂજા પંડાલમાં લાગી ભીષણ આગ, 3ના મોત-64 લોકો ઇજાગ્રસ્ત

Fire breaks out in durga puja pandal: યુપી સીએમ યોગીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ અને અધિકારીઓને મહત્વના આદેશ આપ્યા

નવી દિલ્હી, 03 ઓક્ટોબરઃFire breaks out in durga puja pandal: ઉત્તર પ્રદેશના ભદોહીમાં દુર્ગા પૂજા પંડાલમાં આગ લાગવાને કારણે બે બાળકો સહિત ત્રણ લોકોના મોત થઈ ગયા છે અને 64 લોકો દાઝી ગયા છે. ડીએમ ગૌરાંગ રાઠીએ જણાવ્યું કે, આ ઘટનામાં 12 વર્ષ અને 10 વર્ષના બે બાળકો અને 45 વર્ષની એક મહિલાનું મોત થયું છે. ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલ દર્દીઓને વારાણસી રીફર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘટના સમયે પંડાલમાં લગભગ 200 લોકો હાજર હતા. આરતીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકે, તપાસ પૂર્ણ થયા સુધી આગ કયા કારણોસર લાગી તે અંગે ચોક્કસ કહી શકાય તેમ નથી.

આ પણ વાંચોઃ IND vs SA 2nd T20I: ભારત અને દક્ષિણ આફ્રિકામાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી, રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ

આ ઘટનામાં અત્યાર સુધીની માહિતી મુજબ 50થી વધુ લોકો દાઝી ગયા છે. જેમાંથી 32 લોકોને વારાણસી રીફર કરવામાં આવ્યા છે. આ ઘટનામાં ઘાયલ એક મહિલાએ જણાવ્યું કે, ઈલેક્ટ્રિક વાયરમાંથી નીકળતી સ્પાર્કને કારણે આગ લાગી હતી. આ સમગ્ર ઘટનાની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

CM યોગી આદિત્યનાથે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે જ તેમણે ઘાયલોની સારવાર માટે અધિકારીઓને સૂચના પણ આપી છે. CMOએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. CMOએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, CM યોગી આદિત્યનાથે ભદોહી જિલ્લાના ઔરાઈમાં દુર્ગા પંડાલમાં આગ લાગવાની ઘટનાની નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા અને જિલ્લા વહીવટી અધિકારીઓને તેમની યોગ્ય સારવાર માટે નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચોઃ Gandhi jayanti: જામનગરની વિવિધ સંસ્થાઓ તથા રાજકીય પક્ષો દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુરતની આંટી પહેરાવવામાં આવી

Gujarati banner 01