IND vs SA 2nd T20I

IND vs SA 2nd T20I: ભારત અને દક્ષિણ આફ્રિકામાં રમાયેલી બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી, રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ

IND vs SA 2nd T20I: દક્ષિણ આફ્રિકા તરફથી ડી કોકે અણનમ 69 રનની ઇનિંગ રમી હતી. સાથે જ મિલરે 106 રનની શાનદાર સદી ફટકારી

સ્પોર્ટ્સ ડેસ્ક, 03 ઓક્ટોબરઃ IND vs SA 2nd T20I: ગુવાહાટીમાં રમાયેલી ત્રણ મેચની T20I સીરિઝની બીજી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવ્યું. 238 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 221 રન જ બનાવી શકી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ડી કોકે અણનમ 69 રનની ઇનિંગ રમી હતી. સાથે જ મિલરે 106 રનની શાનદાર સદી ફટકારી હતી.

જો કે આફ્રિકાની ટીમને બન્ને ખેલાડીઓ જીતાડી શક્યા નહોતા અને ભારતીય ટીમે 16 રને મેચ જીતી લીધી હતી. પ્રથમ વખત ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે રમીને દક્ષિણ આફ્રિકા સામે ટી-20 સીરિઝ જીતી છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને પોતાની ધરતી પર પ્રથમ વખત ટી-20 સીરિઝમાં હરાવ્યું છે.

આ પણ વાંચોઃ Gandhi jayanti: જામનગરની વિવિધ સંસ્થાઓ તથા રાજકીય પક્ષો દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુરતની આંટી પહેરાવવામાં આવી

ભારતે ત્રણ મેચની T20I શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ત્રીજી T20 મેચ 4 ઓક્ટોબરે ઈન્દોરમાં રમાશે. આ ટી20 મેચ માત્ર ઔપચારિકતા રહેશે.

રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ
બીજી T20 મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 237 રન બનાવ્યા હતા અને દક્ષિણ આફ્રિકા સામે 238 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 221 રન જ બનાવી શકી હતી. રોહિત શર્માએ આ સાથે ઈતિહાસ રચ્યો છે. ભારતની ધરતી પર T20I શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાને હરાવનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે. 

આ પણ વાંચોઃ Ahmedabad-Mumbai Central Express: આવતી કાલથી આ નંબરની ટ્રેન અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ મણિનગરથી ઉપડશે

Gujarati banner 01