Vadodara Division Employees Honored: વડોદરા ડિવિઝનના 18 રેલવે કર્મચારીઓને મળ્યો ડીઆરએમ એવોર્ડ
Vadodara Division Employees Honored: રેલવે કર્મચારીઓને ડ્યુટી દરમિયાન તેમની સજાગતા અને સતર્કતાને કારણે અમંગળ ઘટનાઓને રોકવામાં તેમના યોગદાન માટે પ્રમાણ-પત્ર અને મેડલ આપીને સન્માનિત કર્યા
વડોદરા, 23 માર્ચઃ Vadodara Division Employees Honored: પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના મંડળ રેલવે મેનેજર જીતેન્દ્ર સિંહે મંડળના અઢાર રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન પરિચાલનમાં ઉત્કૃષ્ટ કામ અમલીકરણ માટે સન્માનિત કર્યા. આ રેલવે કર્મચારીઓને ડ્યુટી દરમિયાન તેમની સજાગતા અને સતર્કતાને કારણે અમંગળ ઘટનાઓને રોકવામાં તેમના યોગદાન માટે પ્રમાણ-પત્ર અને મેડલ આપીને સન્માનિત કર્યા.
વડોદરા મંડળના સિનિયર સંરક્ષા અધિકારી લેફ્ટનન્ટ ધર્મેન્દ્ર કુમાર પ્રજાપતિએ જણાવ્યું કે, વેલ્ડર ચંદન કુમાર મંડલ, સિન્હા ગૌરવ ઓમપ્રકાશ, રાકેશભાઈ રાઠવા, બ્લેકસ્મિથ સંજય પરમાર, હિતેશ કુમાર, ટ્રેકમેન વિકાસ શર્મા, રણવીર કુમાર, ઉત્તમ ઠાકુર, જલસિંહ મીણા, પોઈન્ટ્સમેન પુષ્પેન્દ્ર પાલ, સ્ટેશન અધિક્ષક અલ્પેશ કુમાર મકવાણા, ટેકનિશિયન (કે & વે) જિગ્નેશ રાવલ, પંકજ રાઠવા, કિશોર સિંહ એસ., શૈલેશ એચ., ટેકનિશિયન લોકો શેડ રાજેશ કુમાર, લોકો પાયલોટ મુકેશ સી. બારિયા, એસ.એસ.ઈ.(ટી.આર.એસ.) કમલેશ કુમાર રાજુરકરને યોગ્યતા પ્રમાણ-પત્ર અને મેડલ આપી સન્માનિત કર્યા.
તમામ સન્માનિત રેલવે કર્મચારીઓએ રેલ સંરક્ષામાં ઉણપ મળવા પર તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરીને અમંગળ ઘટના અને સંભવિત નુકસાનથી બચાવ્યા છે. મંડળ રેલવે મેનેજર જીતેન્દ્ર સિંહે આ સજાગ સંરક્ષા રેલવે પ્રહરીનો ઉત્સાહ વધાર્યો.
જીતેન્દ્ર સિંહે જણાવ્યું કે, યાત્રીઓની સંરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જ્યારે રેલવે કર્મચારી પોતાની ડ્યુટી દરમિયાન સજાગતા અને સતર્કતાથી કામ કરે છે તો અમને સેફ ટ્રેન વર્કિંગમાં મદદ મળે છે. અમને આ રેલવે કર્મચારીઓ પર ગર્વ છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો