pm at surat airport

PM Modi Gujarat Tour: આજથી PM નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે, જાણો શું છે આજનો કાર્યક્રમ?

વPM Modi Gujarat Tour: ડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના લોકોને અનેક ભેટ આપવાના છે

અમદાવાદ, 22 ફેબ્રુઆરીઃ PM Modi Gujarat Tour: લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાત મુલાકાતે છે. ત્રણ દિવસની આ મુલાકાત ખુબજ મહત્વની રહેશે. કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના લોકોને અનેક ભેટ આપવાના છે. અમદાવાદ, મહેસાણા, રાજકોટ, નવસારીમાં વડાપ્રધાનના આગમન પહેલા તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ Indian Army rescues tourist: ભારતીય સેનાએ સિક્કિમમાં ભારે હિમવર્ષાના કારણે ફસાયેલા 500 લોકોનો જીવ બચાવ્યો- વાંચો વિગત

આજનો કાર્યક્રમ

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પર નજર કરીએ તો 22 ફેબ્રુઆરી 2024એ તેઓ સવારે 10:20 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. 10:45 કલાકે GCMMFના કાર્યક્રમમાં હાજરી આપશે. 12:00 કલાકે હેલિકૉપ્ટરથી મહેસાણા જવા રવાના થશે. 12:45 વાગ્યે તરભના વાળીનાથ મંદિરમાં દર્શન કરશે. 01:00 કલાકે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. 02:45 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચી સુરત જવા રવાના થશે. 04:15 કલાકે નવસારીમાં કાર્યક્રમ અને જાહેરસભા યોજાશે.06:15 કલાકે કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટની મુલાકાત લેશે. સાંજે 7:35 વાગ્યે સુરત એરપોર્ટ પહોંચી વારાણસી જવા રવાના થશે.

લોકસભા ચૂંટણીને ગણતરીનો સમય બાકી છે ત્યારે વડાપ્રધાન મોદી ગુજરાત આવી રહ્યા છે. તેઓનો આ વખતનો પ્રવાસ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં થવાનો છે. અલગ અલગ વિસ્તારોમાં તેઓ સભા અને વિકાસકાર્યોની શરૂઆત કરાવશે.

વડાપ્રધાન મોદીનો સૌરાષ્ટ્ર ઝોનનો પ્રવાસ મહત્વનો છે. બે અલગ અલગ શહેરોમાં એ સુવિધાની શરૂઆત થવા જઈ રહી છે કે જેની રાહ લોકો અનેક સમયથી જોઈ રહ્યા હતા. રાજકોટમા AIIMS અને દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે બનેલો સિગ્નેચર બ્રિજ હવે લોકોને સમર્પિત થવા જઇ રહ્યો છે. આ બંન્નેની શરૂઆત બાદ લોકોની ઘણી તકલીફોમાં આરામ મળશે. મેડિકલ ક્ષેત્રમાં રાજકોટ અને સૌરાષ્ટ્રના દર્દીઓએ સારવાર માટે બહાર નહી જવુ પડે અને બ્રિજને લીધે દ્વારકા દર્શને જતા લોકોને મોટી રાહત અનુભવાશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો