ISRO Pushpak Aircraft Launch

ISRO Pushpak Aircraft Launch: ઇસરોની મોટી સિદ્ધિ, ઈસરોએ આજે પુષ્પક વિમાન (RLV-DT)ની સફળતાપૂર્વક લોન્ચિંગ બાદ સફળ લેન્ડિંગ કર્યું

ISRO Pushpak Aircraft Launch: ઈસરોએ સવારે 7 વાગ્યે કર્ણાટકના ચિત્રદુર્ગમાં આવેલી એરોનોટિકલ ટેસ્ટ રેન્જ (ATR) ખાતે આયોજિત આ લેન્ડિંગ પરીક્ષણને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું

whatsapp banner

નવી દિલ્હી, 22 માર્ચઃ ISRO Pushpak Aircraft Launch: ત્રેતા યુગા બાદ હવે 21મી સદીમાં પુષ્પક વિમાનની ચર્ચા ફરી એકવાર શરૂ થઇ ગઇ છે. ખરેખર ઈસરોએ આજે પુષ્પક વિમાન (RLV-DT)ની સફળતાપૂર્વક લોન્ચિંગ કરી હતી. આ લોન્ચિંગ બાદ તેણે સફળ લેન્ડિંગ કર્યું. 

ઈસરોએ સવારે 7 વાગ્યે કર્ણાટકના ચિત્રદુર્ગમાં આવેલી એરોનોટિકલ ટેસ્ટ રેન્જ (ATR) ખાતે આયોજિત આ લેન્ડિંગ પરીક્ષણને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. તેને રિયુઝેબલ લોન્ચ વ્હિકલ વડે લોન્ચ કરાયું હતું જે એક મોટી સિદ્ધિ મનાઈ રહી છે. 

આ છે પુષ્પક વિમાનની વિશેષતા… 

  • પુષ્પક ફરી ઉપયોગમાં લઈ શકાય તેવું લોન્ચિંગ એરક્રાફ્ટ છે. તે પંખાની પાંખાડીઓ ધરાવતા વિમાન જેવું છે.  6.5 મીટરની લંબાઈ ધરાવતા આ વિમાનનું વજન 1.75 ટન છે.
  • આજે આ એરક્રાફ્ટની રોબોટિક લેન્ડિંગ ક્ષમતાનું વધુ જટિલ પરિસ્થિતિઓમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
  • તે અંતરિક્ષ સુધી પહોંચવાને પોષાય તેવું બનાવવામાં મદદરૂપ સાબિત થશે. 
  • તે એક રિયુઝેબલ લોન્ચિંગ વ્હિકલ છે જેનો ઉપયોગનો ભાગ મોંઘા ઉપકરણોથી લેસ છે. તેને પૃથ્વી પર પાછું લાવી રિયુઝેબલ બનાવાય છે જેનાથી તે પોષાય તેવું સાબિત થાય છે. 
  • તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે અંતરિક્ષમાં કાટમાળમાં ઘટાડો કરશે. તે પછીથી અંતરિક્ષમાં કોઈ ઉપગ્રહને રિફ્યુઅલ કરવામાં અથવા તેને સમારકામ માટે પાછો લાવવામાં પણ મદદ કરશે.

આ પણ વાંચોઃ IPL 2024:  આજથી IPL કાર્નિવલ શરુ, લોકસભા 2024ની ચૂંટણીના કારણે IPLનું 17 દિવસનું જ શિડ્યુલ બહાર પાડવામાં આવ્યું

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો