PM at kashi

kashi vishwanath corridor inauguration: કાશી વિશ્વનાથ કોરિડોર લોકાર્પણ, પીએમ મોદીએ ગંગાજીમાં મારી ડુબકી- વાંચો વિગત

kashi vishwanath corridor inauguration: ભાજપશાસિત રાજ્યોના 12 સીએમ અને 9 ડેપ્યુટી સીએમ વારાણસી પહોંચ્યા

નવી દિલ્હી, 13 ડિસેમ્બરઃkashi vishwanath corridor inauguration: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વનાથ કોરિડોર ધામનું લોકાર્પણ કરવા માટે વારાણસી પહોંચી ગયા છે. આ પ્રસંગે કેન્દ્ર અને યુપી સરકારે વિશાળ, વ્યાપક કાર્યક્રમનું આયોજન કર્યું છે તથા તેમાં સામેલ થવા માટે ભાજપશાસિત રાજ્યોના 12 સીએમ અને 9 ડેપ્યુટી સીએમ વારાણસી પહોંચી ગયા છે. 

વારાણસી એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન મોદીને આવકાર્યા હતા. ત્યાર બાદ વડાપ્રધાન મોદી કાળભૈરવ મંદિર પહોંચ્યા હતા અને પૂજા-અર્ચના કરી હતી. મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર રહ્યા હતા અને તેઓ વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે ઉત્સુક જણાઈ રહ્યા હતા. 

પોતાના ડ્રીમ પ્રોજેક્ટ કાશી વિશ્વનાથ કોરિડોરનુ ઉદઘાટન કરવા માટે પહોંચેલા પીએમ મોદીએ મંદિરમાં જતા પહેલા ગંગાજીમાં ડુબકી મારી હતી.

રામ મંદિર  માટે મૂહુર્ત તૈયાર કરનાર આચાર્ય ગણેશ્વર શાસ્ત્રી દ્રાવિડે કહ્યુ હતુ કે, રેવતી નક્ષત્રમાં આજે દિવસના 1-37 કલાકથી 1-57 કલાક સુધી 20 મિનિટ માટે બહુ સારુ મુહુર્ત છે.

દરમિયાન પીએમ મોદીએ કાલભૈરવ મંદિરમાં દર્શન કર્યા બાદ ક્રુઝમાં મુસાફરી કરી હતી અને એ પછી લલિત ઘાટ પહોંચ્યા હતા.જ્યાં તેમણે ગંગાજીમાં ડુબકી મારી હતી.

આ પણ વાંચોઃ Miss universe-2021: 2017ની મિસ ચંદીગઢ બની મિસ યુનિવર્સ, 21 વર્ષ બાદ ભારતના શિરે વિશ્વસુંદરીનો તાજ

ભાવિકો સામાન્ય રીતે બાબા વિશ્વનાથના મંદિરમાં દર્શન કરતા પહેલા ગંગાજીમાં ડુબકી મારતા હોય છે.આ જ રીતે પીએમ મોદીએ પણ ગંગા સ્નાન કરીને ડુબકી મારી હતી.હવે તેઓ ગંગાજીનુ જળ લઈને કાશી વિશ્નાથ મંદિર ખાતે પહોંચશે અને બાબા વિશ્વનાથ પર તેનો અભિષેક કરશે.

કોરિડોરની ડિઝાઈન એ રીતે કરવામાં આવી છે કે, ભાવિકો ઘાટ પરથી સીધા જ બાબા વિશ્વનાથ મંદિરના પરિસરમાં ગંગાજળ લઈને પ્રવેશી શકશે.

પૂજા કર્યા બાદ વડાપ્રધાને મંદિરમાંથી બહાર નીકળી હાથ જોડીને સૌના અભિવાદનનો સ્વીકાર કર્યો હતો. પૂજા સમાપ્ત થયા બાદ વડાપ્રધાન મોદી ગંગાઘાટથી જળ લઈને કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા.

ઉલ્લેખનીય છે કે, કાશી વિશ્વનાથ કોરિડોર એ વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને તેની કુલ કિંમત આશરે 900 કરોડ રૂપિયા છે. 

Whatsapp Join Banner Guj