Lalbagh Raja

Lalbagh Raja: આ વર્ષે ‘મારો ગણેશોત્સવ, મારી જવાબદારી’ ટેગ લાઈન સરકારની ગાઈડલાઇન્સ સાથે લાલબાગના રાજાના દરબારનું થશે આયોજન

Lalbagh Raja: 10 સપ્ટેમ્બરના રોજ શરૂ થનાર ગણેશોત્સવમાં લાલબાગના રાજા બિરાજમાન થશે અને કોરોના વાઈરસના કારણે વધારે ભીડ ન થાય તેના માટે ભક્ત ગણપતિ બાપ્પાના ઓનલાઇન દર્શન કરી શકશે

મુંબઇ, 07 સપ્ટેમ્બર: Lalbagh Raja: સુખકર્તા, દુઃખહર્તા ભગવાન ગણેશના અદભૂત સ્વરૂપ લાલબાગના રાજાના ભક્તો માટે સારા સમાચાર છે. 10 સપ્ટેમ્બરના રોજ શરૂ થનાર ગણેશોત્સવમાં લાલબાગના રાજા બિરાજમાન થશે અને કોરોના વાઈરસના કારણે વધારે ભીડ ન થાય તેના માટે ભક્ત ગણપતિ બાપ્પાના ઓનલાઇન દર્શન કરી શકશે. ગયા વર્ષે કોરોના મહામારીના કારણે લાલબાગના રાજાનો દરબાર સજી શક્યો નહોતો. જેથી 86 વર્ષથી ચાલી રહેલી પરંપરા તૂટી ગઈ હતી. ગણેશોત્સવ, ગણેશ ચતુર્થીથી શરૂ થાય છે અને 10 દિવસ પછી અનંદ ચૌદશના રોજ પૂર્ણ થાય છે.

આ પણ વાંચોઃ Government Recruitment Exam: સરકારી ભરતીને લઇ સૌથી મોટા સમાચાર, આ મહીનાની અંદર યોજાશે ગવર્મેન્ટ એક્સામ- વાંચો વિગત

સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે ચાર ફૂટની ભગવાન ગણેશ(Lalbagh Raja)ની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. ગયા વર્ષે કોરોના વાઇરસના કારણે મંડળ તરફથી જ ગણેશોત્સવ ન ઊજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. લાલબાગ(Lalbagh Raja) ગણેશોત્સવ મંડળના અધ્યક્ષ બાલાસાહેબ કાંબલેએ જણાવ્યુ કે આ વર્ષે કોરોના વાઈરસના મામલાઓ ઘટી ગયા છે. કોરોના પ્રોટોકોલનું પાલન કરીને ગણેશોત્સવ ઊજવવામાં આવશે. આ વર્ષની ટૈગ લાઈન મારો ગણેશોત્સવ, મારી જવાબદારી રહેશે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે આવનાર ગણપતિ મહોત્સવ માટે ગાઇડલાઇન્સ જાહેર કરી છે અને જણાવ્યું છે કે જે લોકો સાર્વજનિક રીતે આ તહેવાર ઊજવી રહ્યા છે તેઓએ ગણેશ મૂર્તિની ઊંચાઈ ચાર ફૂટ રાખવી પડશે. જેઓ ઘરમાં ગણેશોત્સવ ઊજવી રહ્યા છે તેમણે 2 ફૂટની પ્રતિમા સ્થાપિત કરવાની રહેશે. રાજ્ય સરકારે આયોજકોને જણાવ્યુ કે કોરોના સંકટના ધ્યાનમાં રાખીને ગણેશોત્સવને સાધારણ રીતે જ ઊજવવામાં આવે.

આ પણ વાંચોઃ Ind vs Eng: ટીમ ઇન્ડિયાએ ઓવલમાં રચ્યો ઇતિહાસ, ઇંગ્લેન્ડને 157 રનથી હરાવ્યું- જીત સાથે ટીમ ઇન્ડિયાએ 5 મેચની શ્રેણીમાં 2-1ની લીડ મેળવી

લાલબાગ(Lalbagh Raja)ના રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સનું પાલન કરવામાં આવશે. કોરોના પ્રોટોકોલનું પાલન કરતા ગણેશોત્સવ ઊજવવામાં આવશે. આ વખતે ગણેશજીની મૂર્તિ ચાર ફૂટ ઊંચી હશે. ભક્ત આ વર્ષે લાલબાગના રાજાના દર્શન કરી શકશે. ઉલ્લેખનીય છે કે લાલબાગના રાજાની ખ્યાતિ દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ ફેલાયેલી છે. અહીં કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને ગણપતિ બાપ્પા પાસે મન્નત માગવામાં આવે છે અને પછી તે મન્નત પૂરી થયા બાદ ભક્તો દર્શન કરવા આવે છે.

ગયા વર્ષે કોરોના વાઈરસના કારણે ગણેશ ઉત્સવની જગ્યાએ સ્વાસ્થ્ય ઉત્સવ ઊજવવામાં આવ્યો હતો. આ વર્ષે પણ કોરોના વાઈરસનો ખતરો ટળ્યો નથી. એટલે ‘મારો ગણેશોત્સવ, મારી જવાબદારી’ ટેગ લાઇન સાથે ગણેશ ઉત્સવનું આયોજન થશે. દર વર્ષે લાલબાગના રાજાના દરબારમાં માથુ ટેકવા દૂર-દૂરથી લોકો આવે છે અને હજારોની સંખ્યામાં ભીડ એકઠી થાય છે. એટલે આ વખતે મંડળે ભક્તો માટે ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરી છે.

Whatsapp Join Banner Guj