Loksabha Election 2024

Loksabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઇ ભાજપે જાહેર કરી 195 ઉમેદવારોની પ્રથમ યાદી, જાણો કોણ કોણ લિસ્ટમાં સામેલ ?

Loksabha Election 2024: વડાપ્રધાન મોદીને વારાણસીથી ઉમેદવાર બનાવવામાં આવશે અને ત્યાંથી ચૂંટણી  લડશે

નવી દિલ્હી, 02 માર્ચ:Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. પાર્ટી દ્વારા પહેલી ચૂંટણી યાદી જાહેર કરવામાં આવી છે. જણાવી દઈએ કે, આ પહેલા સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં 195 નામને સમાવવામાં આવ્યા છે.

વડાપ્રધાન મોદીને વારાણસીથી ઉમેદવાર બનાવવામાં આવશે અને ત્યાંથી ચૂંટણી  લડશે. આ સાથે જ, મોદી સરકારના 34 મંત્રીઓને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા હતા. જેના નામ આજે જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Bus Accident: આબુથી અંબાજી આવતી રાજસ્થાનની બસ પલટી મારીને નદીમાં ખાબકી, 46 મુસાફરો હતા સવાર

ભાજપની પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશના 51, પશ્ચિમ બંગાળના 20, મધ્યપ્રદેશના 24, ગુજરાતના 15, રાજસ્થાનના 15, કેરળના 12, તેલંગાણાના 9, આસામના 11, ઝારખંડના 11, છત્તીસગઢના 11, દિલ્હીના 11 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ સાથે, જમ્મુ-કાશ્મીરની 5, ઉત્તરાખંડની 3, અરુણાચલની 2, ગોવાની 1, ત્રિપુરાની 1, આંદામાનની 1, દમણ અને દીવની 1 બેઠક માટે ઉમેદવારોના નામ સામેલ છે.

195ની યાદીમાં આ લોકોને આપવામાં આવી ટિકિટ

  • 2 – પૂર્વ મુખ્યમંત્રી
  • 1 – લોકસભા અધ્યક્ષ
  • 46 – 50 વર્ષથી ઓછી ઉંમરના
  • 28 – મહિલા
  • 47 – યુવા
  • 27 – અનુસુચિત જાતી
  • 18 – અનુસુચિત જનજાતી
  • 5 – OBC
Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો