International Womens Day 2024

International Womens Day 2024: 8 માર્ચે કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, જાણો તેનુ મહત્ત્વ

International Womens Day 2024: વિશ્વભરમાં દર વર્ષે 8 માર્ચે મહિલા દિવસ ઉજવવામાં આવે છે. મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહિલા દિવસ લૈંગિક સમાનતા અંગેની જાગૃતતા ફેલવા અને સમાનતાના લક્ષ્યાંક હાંસલ કરવા માટે એજન્ડા અને કૉલ ટુ એક્શન પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ધ્યેય મેળવવા માટે ઈવેન્ટ્સ અને અવેરનેસ કેમ્પેઇનનું આયોજન કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ Mahashivratri Special: મહાશિવરાત્રીના દિવસે ઉપવાસમાં સામેલ કરો આ વસ્તુ, રહેશો હંમેશા સ્વસ્થ્ય

આ રીતે થઇ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની શરુઆત 

આ ક્રાંતિ 20મી સદીમાં અમેરિકન સમાજવાદી અને શ્રમિક ચળવળો સાથે ઉદ્દભવી હતી. તે સમયે મહિલાઓ કામકાજના કલાકો ઓછા કરવા, સમાન અને સારું વેતન તેમજ મતદાનના અધિકાર માટે લડતી હતી. પ્રથમ વખત મહિલા દિવસની ઉજવણી 1911માં કરવામાં આવી હતી. આ સમય દરમિયાન ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં મહિલાઓના અધિકારોને સમર્થન આપવા માટે 10 લાખથી વધુ લોકોએ રેલીઓ કાઢી હતી. ત્યારથી તે મહિલાઓ માટે સમાનતાથી લઈને કાર્યસ્થળે મહિલાઓ સામે થતી હિંસા સુધીના મુદ્દાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને 1977માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા આપવામાં આવી હતી. ત્યારથી સંયુક્ત રાષ્ટ્રના સભ્યોએ આ દિવસને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ તરીકે ઉજવવાનું શરૂ કર્યું.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો