Pariksha Pe Charcha 2024

Pariksha Pe Charcha 2024: પરીક્ષા પે ચર્ચા 2024 માટે રેકોર્ડ 1 કરોડ રજિસ્ટ્રેશન

Pariksha Pe Charcha 2024: PPC2024 29 જાન્યુઆરીના રોજ ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે યોજાશે

  • 12 જાન્યુઆરી 2024 સુધી MyGov પર લાઇવ રજિસ્ટ્રેશન માટે ઓનલાઇન એમસીક્યુ સ્પર્ધા
  • આ કાર્યક્રમમાં ભાગ લેવા અને પ્રધાનમંત્રી સાથે વાતચીત કરવા માટે આતુર, દેશભરના વિદ્યાર્થીઓમાં વ્યાપક ઉત્સાહ

અમદાવાદ, 06 જાન્યુઆરીઃ Pariksha Pe Charcha 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કાર્યક્રમની સાતમી આવૃત્તિમાં “પરીક્ષા પે ચર્ચા 2024” અત્યાર સુધીમાં MyGov પોર્ટલ પર 1 કરોડથી વધારે રજિસ્ટ્રેશન નોંધાયું છે. આ બાબત દેશભરના વિદ્યાર્થીઓમાં વ્યાપક ઉત્સાહ દર્શાવે છે, જેઓ આ વિશિષ્ટ કાર્યક્રમમાં ભાગ લેવા અને પ્રધાનમંત્રી સાથે સંવાદ સાધવા આતુર છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વિશિષ્ટ ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ- પરીક્ષા પે ચર્ચા (પીપીસી)ની કલ્પના કરી હતી, જેમાં દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો તથા વિદેશમાંથી પણ તેમની સાથે સંવાદ કરીને પરીક્ષાઓ અને શાળા પછીનાં જીવન સાથે સંબંધિત ચિંતાઓ પર ચર્ચા કરશે. શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા છેલ્લા છ વર્ષથી આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્ષે આ કાર્યક્રમ 29 જાન્યુઆરીના રોજ સવારે 11 વાગ્યાથી ભારત મંડપમ, આઇટીપીઓ, પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે ટાઉન-હોલ ફોર્મેટમાં યોજાશે. આ કાર્યક્રમમાં લગભગ 4000 સહભાગીઓ પ્રધાનમંત્રી સાથે વાતચીત કરશે. મુખ્ય કાર્યક્રમ માટે દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના બે વિદ્યાર્થીઓ અને એક શિક્ષક તથા કલા ઉત્સવ તથા વીર ગાથા સ્પર્ધાના વિજેતાઓને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવી શકે છે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે ઓનલાઇન એમસીક્યુ સ્પર્ધા 11 ડિસેમ્બર 2023 થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન MyGov પોર્ટલ પર લાઇવ છે. 5 જાન્યુઆરી 2024 સુધીમાં, અત્યાર સુધીમાં 90 લાખથી વધુ વિદ્યાર્થીઓ, 8 લાખથી વધુ શિક્ષકો અને આશરે 2 લાખ વાલીઓએ નોંધણી કરાવી છે. યુવાનો માટે તણાવમુક્ત વાતાવરણ ઊભું કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની મોટી ચળવળ- ‘એક્ઝામ વોરિયર્સ’નો એક ભાગ છે. 

આ એક એવું આંદોલન છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિદ્યાર્થીઓ, માતાપિતા, શિક્ષકો અને સમાજને એક સાથે લાવવાના પ્રયત્નોથી પ્રેરિત છે, જેથી દરેક બાળકના અનન્ય વ્યક્તિત્વની ઉજવણી કરવામાં આવે, પ્રોત્સાહન આપવામાં આવે અને પોતાને સંપૂર્ણ રીતે વ્યક્ત કરવાની મંજૂરી આપવામાં આવે. આ આંદોલનને પ્રેરિત કરનારું પુસ્તક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પાથબ્રેકિંગ, બેસ્ટસેલિંગ પુસ્તક ‘એક્ઝામ વોરિયર્સ’.

આ બાબતને ધ્યાનમાં રાખીને મુખ્ય કાર્યક્રમના અગ્રદૂત તરીકે 12 જાન્યુઆરીથી શરૂ થઈને એટલે કે યુવા દિવસ 23 જાન્યુઆરી સુધી શાળા કક્ષાએ પ્રવૃત્તિઓનો ગુલદસ્તો યોજવામાં આવશે, જેમાં મેરેથોન દોડ, સંગીત સ્પર્ધા, મેમ સ્પર્ધા, નુક્કડ નાટક, વિદ્યાર્થી-એન્કર-વિદ્યાર્થી-અતિથિ ચર્ચા વગેરે જેવી આનંદકારક શીખવાની પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવશે. 

અંતિમ દિવસે 23 જાન્યુઆરીના રોજ એટલે કે નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતિના દિવસે દેશભરના 500 જિલ્લાઓમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આ વિષયોમાં ચંદ્રયાન, ભારતની રમતગમતની સફળતા વગેરે સામેલ હશે, જે દર્શાવે છે કે કેવી રીતે પરીક્ષાઓ જીવનનો ઉત્સવ બની શકે છે.

લગભગ 2050 સહભાગીઓની પસંદગી MyGov પોર્ટલ પર તેમનાં પ્રશ્નોનાં આધારે કરવામાં આવશે અને તેમને વિશેષ પરીક્ષા પે ચર્ચા કિટ પ્રસ્તુત કરવામાં આવશે, જેમાં પ્રધાનમંત્રીએ લખેલી હિંદી અને અંગ્રેજીમાં એક્ઝામ વોરિયર્સ બુક અને પ્રમાણપત્ર સામેલ હશે.

આ પણ વાંચો… Holistic Healthcare Summit Inauguration: પ્રિ-વાઈબ્રન્ટ ઈવેન્ટ અન્‍વયે હોલિસ્ટિક હેલ્થકેર સમિટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો