દેશના વિવિધ રાજ્યો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટિને જોડતી આઠ ટ્રેનોનું વડાપ્રધાન મોદીએ કર્યું ઈ-લોકાર્પણ, આ રાજ્યોના CMએ ઝંડી બતાવીને ટ્રેનોને કરી રવાના

નવી દિલ્હી, 17 જાન્યુઆરીઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર દેશભરના પ્રવાસીઓને કેવડિયા લાવવા માટે સૌપ્રથમ ઇલેક્ટ્રિક અને ઝડપી રેલ સેવાનો પ્રારંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈ- લોકાર્પણ થયું છે. કેવડિયામાં ઇકોફ્રેન્ડલી રેલવે સ્ટેશનનું નિર્માણ થયું છે. ત્યારે લોકાર્પણ બાદ દેશના વિવિધ રેલવે સ્ટેશનેથી એકસાથે 8 ટ્રેન કેવડિયા આવવા રવાના થઈ હતી. ત્યારે કેવડિયામાં લોકાર્પણને લઇને 5 મોટા એલઇડી ગોઠવવામાં આવ્યા છે. તેમજ આલિશાન મંડપ પણ બનાવવામાં આવ્યો છે.

દેશના વિવિધ શહેરોને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી બ્રોડગેજ રેલવેથી જોડવાનું પીએમ મોદીનું સપનું સાકાર થયું છે. આજે પીએમ મોદી દેશના વિવિધ પ્રદેશો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટિને જોડતી આઠ ટ્રેનોનું –લોકાર્પણ કર્યું છે. પીએમ મોદી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આઠ ટ્રેનને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું છે.

આ પ્રસંગે કેવડિયામાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયેલ હાજર રહ્યા હતા. કેવડિયા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું ભારતનું સૌપ્રથમ રેલવે સ્ટેશન બન્યું છે. આ પ્રોજેક્ટને કારણે નવી રોજગારી અને વ્યવસાયની તકો ઉપલબ્ધ થશે તેમ સરકારનું કહેવું છે. આદિવાસી વિસ્તારોમાં વિકાસની પ્રવૃત્તિઓને વેગ મળશે.

પ્રવાસનને વેગ મળશે. તો ચાંદોદથી કેવડીયા સુધી પ્રથમ ટ્રેન દોડવાની હોવાથી ચાંદોદ રેલવે સ્ટેશન ખાતે તડામાર તૈયારીઓ કરાઈ છે. બ્રોડગેજ રૂપાંતરણની કામગીરી અંતર્ગત ડભોઇના તીર્થક્ષેત્ર ચાંદોદથી કેવડીયા સુધીનો ટ્રેક પણ તૈયાર થઈ ગયો છે. નેરોગેજ રેલવે બંધ થતાં નવા રેલવે સ્ટેશન અને વધુ સુવિધાઓ સાથે ચાંદોદ સજ્જ થયું છે.. નર્મદા નદીના કાંઠે મહત્વના ધાર્મિક અને પ્રાચીન તીર્થ સ્થળોને આ ટ્રેનો જોડશે.

Whatsapp Join Banner Guj

સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રેલવે સેવાનો પ્રારંભ થયો છે. ત્યારે લોકાર્પણ સમારોહમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સંબોધન કર્યું હતું. સીએમે સંબોધતા જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રેલવે સેવા શરૂ થવાથી હવે કેવડિયા સમગ્ર દેશ સાથે કનેક્ટ થયું છે. તેમણે કહ્યું કે રેલવે સેવા શરૂ થવાથી કેવડિયા હવે વર્લ્ડ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનવાની દિશામાં અગ્રેસર બન્યું છે.

કેવડિયા વર્લ્ડ ટુરિઝમ સ્પોટ બન્યું છે. પીએમ મોદીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 50 લાખ પર્યટકો સ્ટેચ્યુઓફ યુનિટીની મુલાકાત લીધી છે,. કેવડિયામાં પર્યટકોને આકર્ષવા માટે રાફ્ટિંગ અને સી-પ્લેનની સુવિધા પણ કરવામાં આવી છે. સાથે સાથે કેવડિયામાં રોજગારીની તકો સતત વધી રહી છે.

આ પણ વાંચો….

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાયો, છેલ્લા 24 કલાકમાં 505 કેસ