Rahul gandhi meets 14 party leaders

Rahul gandhi meets 14 party leaders: રાહુલ ગાંધીએ વિપક્ષી 14 પાર્ટીના નેતાઓને કહ્યું- આપણે મળીશું તો RSS અને BJP દબાવી નહીં શકે!

Rahul gandhi meets 14 party leaders: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સવારે બ્રેકફાસ્ટ માટે વિપક્ષી પાર્ટીઓના નેતાઓને આમંત્રણ આપ્યુ

નવી દિલ્હી, 03 ઓગષ્ટ: Rahul gandhi meets 14 party leaders: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સવારે બ્રેકફાસ્ટ માટે વિપક્ષી પાર્ટીઓના નેતાઓને આમંત્રણ આપ્યુ હતુ.આ બેઠકમાં 14 પાર્ટીઓના નેતા સામેલ થયા હતા. જેમાં શિવસેના, એનસીપી, ટીએમસી આરજેડી જેવા પક્ષોનો સમાવેશ થતો હતો.

રાહુલ ગાંધીએ આ દરમિયાન(Rahul gandhi meets 14 party leaders) વિપક્ષી નેતાઓને કહ્યુ હતુ કે, જો આપણે વિપક્ષ તરીકે એકતા જાળવીશું તો આરએસએસ અને ભાજપ આપણને દબાવી નહીં શકે.

આ પણ વાંચોઃ Indian photographer danish: તાલિબાને ભારતીય ફોટોગ્રાફર દાનિશને 12 ગોળીઓ મારી, ઘટનાને 2 અઠવાડિયા વિત્યા- વાંચો સંપૂર્ણ અહેવાલ

આમ તો બેઠક(Rahul gandhi meets 14 party leaders) માટે 16 પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. જોકે બસપા અને આમ આદમી પાર્ટીના કોઈ નેતા આ બેઠકમાં સામેલ થયા નહોતા. તેમની ગેરહાજરી અંગેનુ કારણ ખબર પડી નથી.

કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ હતુ કે, સંસદમાં સરકારને ઘેરવાની રણનીતિ પર ચર્ચા કરવા માટે બેઠક બોલાવવામાં આવી હતી. તમામ પાર્ટીઓ એક છે.

આ પણ વાંચોઃ Shilpa shetty kundra statement: પતિની ધરપકડ પછી પ્રથમ વખત શિલ્પા શેટ્ટીએ ચૂપી તોડીને આપ્યું આ વિવેદન સાથે કરી વિનંતી

ઉલ્લેખનીય છે કે, બેઠક બાદ રાહુલ ગાંધીએ અન્ય નેતાઓ સાથે સંસદ સુધી સાયકલ માર્ચ કરીને પેટ્રોલ ડિઝલના વધી રહેલા ભાવ અને મોંઘવારીનો વિરોધ કર્યો હતો.

Rahul gandhi meets 14 party leaders