Ship rescue

વાવાઝોડાની ઝપેટમાં આવેલા જહાજ P-305 નું રેસ્ક્યૂ ઓપરેશન(rescue operations) યથાવત, 184 લોકોને રેસ્ક્યૂ કર્યા,ફસાયેલા લોકોની જાણકારી માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો..!

મુંબઇ. 19 મેઃrescue operations: અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડા તૌકતેની ઝપેટમાં આવેલા જહાજ P-305 નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. જહાજ પર 261  લોકોમાંથી 184 લોકોને બચાવી લેવાયા છે. જો કે હજુ પણ 76 લોકો ગૂમ છે.બાર્જ P-305 જહાજથી 184 લોકો ઉપરાંત GAL Constructor જહાજમાં ફસાયેલા તમામ 137 લોકોને ઈન્ડિયન નેવી અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે રેસ્ક્યૂ કરી લીધા છે. Barge SS3ના 196 લોકો અને Drill Oil સાગર Bhushan ના 101 લોકોને પણ સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરાયા છે. 

બાર્જ P-305  જહાજ પર હજુ પણ 76 લોકો ફસાયેલા છે અને સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન(rescue operations)માં INS કોચી અને INS કોલકાતા ની સાથે ઈન્ડિયન નેવીના  Beas, Betwa અને Teg Naval Ships પણ કામે લાગેલા છે. Barge P305 મુંબઈથી 35 નોટિકલ માઈલ્સના અંતરે સમુદ્રાના પાણીમાં ગરકાવ થયેલું છે. સર્ચ ઓપરેશન અને રેસ્ક્યૂના કામમાં P8I અને નેવલ હેલિકોપ્ટર્સની પણ મદદ લેવાઈ રહી છે. 

Whatsapp Join Banner Guj

ફસાયેલા લોકોની જાણકારી માટે હેલ્પલાઈન નંબર 
Barge P305 માં ફસાયેલા લોકોની જાણકારી માટે હેલ્પલાઈન નંબર બહાર પાડવામાં આવ્યા છે. 

ઓએનજીસી હેલ્પલાઈન: 
022-2627 4019
022-2627 4020
022-2627 4021

ADVT Dental Titanium

આ પણ વાંચો….

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM modi) ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આવતીકાલે મુલાકાત લેશે, આ રહેશે કાર્યક્રમ