student family gandhinagar

Students met the parents with tears in their eyes: સહી સલામત પરત ફરેલા વિદ્યાર્થીઓને માતા-પિતા વાલીઓ અશ્રુભીની આંખે ભેટી પડતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા

Students met the parents with tears in their eyes: યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી હેમખેમ પરત ફરેલા ગુજરાતના વિદ્યાર્થીઓનું ગાધીનગર ખાતે ઉષ્માસભર સ્વાગત

  • Students met the parents with tears in their eyes: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિદેશનીતિ અને કૂટનીતિને પરિણામે ભારતીય વિદ્યાર્થીઓની વતન વાપસી માટે રશિયા, યુક્રેન સહિતના દેશો સાથે વાતચીત શક્ય બની અને આપણે વિદ્યાર્થીઓને પરત લાવી શક્યા-  શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી
  • ગુજરાતી વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીયોને વતન પરત લાવવામાં ભારત સરકાર કોઇ જ કસર છોડશે નહીં:બાકી રહેલા તમામ વિદ્યાર્થીઓને પરત લાવવાની સંપર્ણ વ્યવસ્થાઓ કેન્દ્ર અને રાજય સરકાર કરશે
  • આપણા વિદ્યાર્થીઓ એમ્બેસીની સૂચનાઓનુ પાલન કરે પોલેન્ડની સરહદ ખુલ્લી: વેસ્ટર્ન પાર્ટમાથી વિદ્યાર્થીઓ નીકળી શકે છે ત્યારે બંન્ને દેશોમા ભારતનો ધ્વજ બતાવી પ્રવેશ

અહેવાલ: દિલીપ ગજજર
ગાંધીનગર, 28 ફેબ્રુઆરી:
Students met the parents with tears in their eyes: ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિદેશનીતિ અને કૂટનીતિને પરિણામે ભારતીય વિદ્યાર્થીઓની વતન વાપસી માટે  રશિયા, યુક્રેન સહિતના દેશો સાથે વાતચીત શક્ય બની છે જેના પરિણામે આપણે આપણા વિદ્યાર્થીઓને પરત લાવી શકયા છીએ.ગુજરાતી વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીયોને વતન પરત લાવવામાં ભારત સરકાર કોઇ જ કસર છોડશે નહીં બાકી રહેલા તમામ વિદ્યાર્થીઓને પરત લાવવાની સંપર્ણ વ્યવસ્થાઓ કેન્દ્ર અને રાજય સરકાર કરશે એટલે સૌ વિદ્યાર્થીઓ એમ્બેસીની સૂચનાઓનુ પાલન કરે અને જયા છે ત્યા જ રહે વેસ્ટર્ન પાર્ટમાથી વિદ્યાર્થીઓ નકળી શકે છે.ત્યારે બંન્ને દેશોમા ભારતનો ધ્વજ બતાવી પ્રવેશ આપવામા આવી રહ્યો છે એ ભારતની તાકાત અને વૈશ્વિક ઓળખને પરિણામે શકય બન્યુ છે.

student family

આજે વહેલી સવારે યુક્રેનથી ગુજરાત પરત આવેલા વિદ્યાર્થીઓને આવકારવા માટે સરકીટ હાઉસ,ગાધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવી પહોચ્યા હતા અને વિદ્યાર્થીઓના વાલીઓ સાથે વાતચીત કરીને સૌને સાંત્વના પાઠવી હતી આ વેળાએ સહી સલામત પરત ફરેલા વિદ્યાર્થીઓને માતા-પિતા વાલીઓ અશ્રુભીની આંખે ભેટી પડતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

વિદ્યાર્થીઓને તેમના માદરે વતન જવા રવાના કરતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, ભારત પરત આવેલા વિદ્યાર્થીઓને ગુજરાતમાં તેમના વતન સુધી વિનાવિઘ્ને પહોંચાડવાની સંપૂર્ણ વ્યવસ્થા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે કરી છે. મુખ્યમંત્રી એ વિદ્યાર્થીઓને દિલ્હી કે અમદાવાદ મુંબઈ એરપોર્ટ લેવા જવાની ચિંતામાંથી માતા-પિતા વાલીઓને મુક્ત કરી દીધા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

cm wlcom student

પ્રવકતા મંત્રીએ વધુમાં કહ્યું કે, યુક્રેનની આસપાસના દેશોમાંથી ભારતીય વિદ્યાર્થીઓને એક્ટિવેટ કરવાની કામગીરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન માં ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.મંત્રીએ માતા-પિતા વાલીઓને હૈયાધારણ આપતા કહ્યું કે, હજી પણ જે વિદ્યાર્થીઓ યુક્રેનનાના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા છે તેમને વતન હેમખેમ પરત લાવવાના સક્ષમ પ્રયત્નો સરકાર કરી રહી છે.

મંત્રી વાઘાણીએ ઉમેર્યુ કે, આજે દિલ્હીથી ૨૭ વિદ્યાર્થીઓ પરત ફર્યા છે એમા ગાધીનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, વલસાડ,સુરત,ગીર સોમનાથ,અમરેલી,સોમનાથ,સુરેન્દ્રનગર જિલ્લાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે આ તમામ વિદ્યાર્થીઓ ના વાલીઓ સાથે મંત્રીએ વાતચીત કરીને સાત્વનાઓ પાઠવી હતી.

તેમણે MEA દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે જેનો ટોલ ફ્રી નંબર 1800 118 797 ઉપરાંત +91 11 230 12 113, +91 11 230 14104, +91 11 230 17905, +91 11 230 88 124(FAX),નો સંપર્ક કરવા સૌનો અનુરોધ કર્યો છે. આ ઉપરાંત યુક્રેન,પોલેન્ડ, હંગેરી,રોમાનિયા, સોવલક રી પબ્લિક ખાતે પણ કંટ્રોલ રૂમ કરીને હેલ્પલાઈન નંબર કાર્યરત કરાયા છે.

cm wlcom

કપરી પરિસ્થિતિમાંથી છુટકારો મેળવી સહી સલામત પરત ફરેલા વિદ્યાર્થીઓને તેમના માતા-પિતા વાલીઓ અશ્રુભીની આંખે ભેટી પડતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

સરકીટ હાઊસ ગાધીનગર ખાતે વિદ્યાર્થીઓને આવકારવા માટે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજયમંત્રી કુબેરભાઈ ડીંડોર, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ.જે.હૈદર સહિત વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Pictures of Sachin Tendulkar go viral on social media: કેસીનોમાં પોતાની ફોટો જોઇ ભડક્યો માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર; હવે કરશે કાનુની કાર્યવાહી

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *