Sudha Murthy

Sudha Murthy Nominated For Rajya Sabha: સુધા મૂર્તિ રાજ્યસભાના સાંસદ બનશે, રાષ્ટ્રપતિએ કર્યા હતા નોમિનેટ- જાણો તેમના વિશે

Sudha Murthy Nominated For Rajya Sabha: વિખ્યાત લેખિકા સુધા મૂર્તિને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા

નવી દિલ્હી, 09 માર્ચઃ Sudha Murthy Nominated For Rajya Sabha: જાણીતા ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિના પત્ની અને વિખ્યાત લેખિકા સુધા મૂર્તિને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી છે. વડાપધાન મોદીએ લખ્યું કે,’મને ખુશી છે કે ભારતના રાષ્ટ્રપતિએ સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે. સામાજિક કાર્ય, પરોપકાર અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સુધાજીનું યોગદાન અજોડ અને પ્રેરણાદાયી રહ્યું છે.’

૭૩ વર્ષના સુધા મૂર્તિ એન્જિનિયર છે, લેખક પણ છે. તેઓને ‘પદ્મશ્રી’નું બહુમાન પણ અપાયું છે. ઇન્ફોસિસ ફાઉન્ડેશનનાં અધ્યક્ષ છે. આ ફાઉન્ડેશને ઘણી સમાજસેવા કરી છે ઘણાં મોટા પ્રમાણમાં તે ફાઉન્ડેશન (નિધિ) ગરીબોને મોટા પાયે સહાય કરે છે.

રાજ્યસભામાં પોતાની થયેલી નિયુક્તિ અંગે આનંદ વ્યક્ત કરતા તેઓએ લખ્યું : ‘અત્યારે હું દેશમાં નથી પણ ‘મહિલા દિને’ મને મળેલા આ બહુમાન માટે હું આભારી છું.’

આ પણ વાંચો: Fire Broke out in Mantralaya Bhopal: ભોપાલમાં આવેલા મંત્રાલય ભવનના ચોથા માળે આગ લાગી, જુઓ વીડિયો

સુધા મૂર્તિ દેશની તે મહિલાઓમાંના એક છે કે જેમનું વ્યવસાયમાં ઘણું મોટું યોગદાન છે. કેટલાયે ટી.વી. કાર્યક્રમોમાં તેઓ ‘ઇન્ફોસિસ’ની સ્થાપનાની હકીકત કહી ચૂક્યા છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ઇન્ફોસિસની સ્થાપના માટે તેઓએ જ નારાયણ મૂર્તિને રુ. 10,000’ઉછીના’ આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિને બે સંતાનો છે તેઓના પુત્રી અક્ષતા મૂર્તિ બ્રિટનના વડાપ્રધાન ઋષિ શુનકના પત્ની છે. થોડા મહિના પૂર્વે તે બંને જી-૨૦ સમિટ સમયે ભારત આવ્યા હતા અને અક્ષરધામ મંદિરે પણ ગયા હતા. સુધા મૂર્તિને 74માં ગણતંત્ર દિવસ પર પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો