lord shiva

Mahashivratri Upay: મહાશિવરાત્રી પર રાશિ અનુસાર ચઢાવો શિવલિંગ પર આ વસ્તુઓ, ભોળાનાથ થશે પ્રસન્ન

Mahashivratri Upay: મહાશિવરાત્રીનો મહાપર્વ દેવોના દેવ મહાદેવને સમર્પિત છે

ધર્મ ડેસ્ક, 07 માર્ચઃ Mahashivratri Upay: મહાશિવરાત્રીને એક મહાપર્વના રૂપમાં ઉજવવામાં આવે છે. આ મહાપર્વ ભગવાન ભોલેનાથને સમર્પિત છે. આ દિવસ ભગવાન શિવના લગ્નનો દિવસ છે. મહાશિવરાત્રી ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચૌદસના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ પર્વ 8 માર્ચ, શુક્રવારના દિવસે ઉજવવામાં આવશે. હિન્દુ શાસ્ત્રો અનુસાર શિવલિંગ બ્રહ્માંડનું પ્રતિનિધિત્વ કરે છે. જેમાં તેની પૂજાનું વિશેષ મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. આવો, જાણીએ રાશિ અનુસાર, કઇ રાશિના જાતકે કઇ વસ્તુ શિવલિંગ પર ચઢાવવી જોઇએ, તેના વિશે જાણીએ…

  • મેષ રાશિ: મેષ રાશિના જાતકોએ આ ખાસ અવસર પર ભગવાન શિવને લાલ કાનેરનું ફૂલ ચઢાવવું જોઈએ અને રક્ત ચંદનનું ત્રિપુંડ પણ લગાવવું જોઈએ. આ સાથે તમે શિવષ્ટકનો પાઠ પણ કરી શકો છો.
  • વૃષભ રાશિ: વૃષભ રાશિના લોકોએ મહા શિવરાત્રી પર શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને શિવલિંગ પર ચંદન અને બેલપત્ર પણ ચઢાવવું જોઈએ.
  • મિથુન રાશિ: મિથુન રાશિના લોકોએ શિવલિંગ પર ભસ્મનો ત્રિપુંડ લગાવવો જોઈએ. આ પછી શિવલિંગ પર સાત સફેદ ફૂલ ચઢાવો અને શિવ સ્તોત્રનો પાઠ કરો.
  • કર્ક રાશિ: મહા શિવરાત્રીના દિવસે ગાયના દૂધથી શિવલિંગનો અભિષેક કરો અને શિવ સહસ્ત્ર નામાવલિનો પાઠ કરો.

આ પણ વાંચોઃ Ambani organized a special party Again: અંબાણી પરિવારે ફરી જામનગર ખાતે સ્ટાર્સને બોલાવ્યા, કર્મચારીઓ માટે સ્પેશિયલ પાર્ટીનું આયોજન-જુઓ વીડિયો

  • સિંહ રાશિ: સિંહ રાશિના લોકોએ પૂજા દરમિયાન ભગવાન શિવને પીળા ચંદનનો ત્રિપુંડ ચઢાવવો જોઈએ. આ સાથે શિવ મહિમા સ્તોત્રનો પાઠ પણ કરો.
  • કન્યા રાશિ: મહા શિવરાત્રીના અવસર પર શિવ ચાલીસાનો પાઠ કરો. તેમજ શિવની કૃપા મેળવવા માટે શિવલિંગ પર બેલપત્ર ચઢાવો.
  • તુલા રાશિ: તુલા રાશિના જાતકોએ પૂજા દરમિયાન શિવલિંગને સાત સુગંધિત સફેદ ફૂલ ચઢાવવા જોઈએ. શિવ ચાલીસાનો પાઠ કરો, તમને જીવનમાં લાભ દેખાશે.
  • વૃશ્ચિક રાશિ: વૃશ્ચિક રાશિના જાતકોએ શિવલિંગ પર લાલ ચંદનનો ત્રિપુંડ લગાવવો જોઈએ. ભગવાન શિવને સાત લાલ કાનેર ફૂલ ચઢાવો. તેમજ શક્ય હોય ત્યાં સુધી ‘ઓમ નાગેશ્વરાય નમઃ’ મંત્રનો જાપ કરો.

આ પણ વાંચોઃ Shahrukh Called Ram Charan Idli: શાહરૂખ ખાને અંબાણીની પ્રિ-વેડિંગ પાર્ટીમાં રામ ચરણને ઇટલી કહેવુ ભારે પડ્યુ, લોકો કરી રહ્યાં છે વિરોધ- જુઓ વીડિયો

  • ધન રાશિ: ધન રાશિના જાતકોએ પૂજા દરમિયાન શિવલિંગને પીળા ફૂલ ચઢાવવા જોઈએ. મહામૃત્યુંજય સ્તોત્રનો પાઠ કરો. આ ઉપાયથી વ્યક્તિ ભગવાન શિવની વિશેષ કૃપા મેળવી શકે છે.
  • મકર રાશિ: મહા શિવરાત્રીના દિવસે ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ‘ઓમ અર્ધનારીશ્વરાય નમઃ’ મંત્રનો યથાશક્તિ જાપ કરો અને યોગ્ય વિધિથી શિવલિંગની પૂજા કરો.
  • કુંભ રાશિ: કુંભ રાશિના લોકોએ મહા શિવરાત્રિની પૂજા દરમિયાન શિવલિંગ પર ભસ્મનું ત્રિપુંડ લગાવવું જોઈએ અને અપરાજિતાના ફૂલ ચઢાવવા જોઈએ. આ સાથે તમે મહામૃત્યુંજય કવચનો પાઠ પણ કરી શકો છો.
  • મીન રાશિ: આ રાશિના લોકોએ મહા શિવરાત્રીના દિવસે ભગવાન શિવનું ધ્યાન કરવું જોઈએ. આ સાથે ‘ઓમ અનંતધર્માય નમઃ’ મંત્રનો જાપ કરો.
Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો