Banner Puja Patel

Kash: “કાશ” મે એ વ્યક્તિને સમયસર મનાવી લીધી હોત તો એ વ્યક્તિ મારી સાથે હોત..

“કાશ”(Kash)

Kash: “કાશ” ! કાશ શબ્દ મગજમાં આવે એટલે ઘણું બધું ગુમાવેલું યાદ આવી જશે! જેમ કે,” કાશ મે આ કામ કરવાનું ચાલુ જ રાખ્યું હોત તો આજે મારી પાસે એ કામ કરવાનો અનુભવ હોત!”, ” કાશ મે એ વ્યક્તિને સમયસર મનાવી લીધી હોત તો એ વ્યક્તિ મારી સાથે હોત!”, “કાશ મે મારો આ શોખ ન છોડ્યો હોત!”, “કાશ મારી પાસે એટલી છૂટછાટ હોત જેટલી મારા મિત્રો પાસે છે!” , “કાશ હું પણ ભણવાની સાથે આ પણ કરત!” કાશ એટલે ઘણું બધું ગુમાવેલું કે જે ભૂતકાળ બની ગયું હોય છે તે માત્ર વર્તમાનમાં એક અફસોસવાળી યાદ બનીને રહી જતું હોય છે. જે જીવનમાં એવો ખાલીપો રાખે છે કે એની સામે ઘણું બધું મેળવેલું પણ વામણું લાગતું હોય છે.
મારાં મત અનુસાર જીવન એવી રીતે જીવવું જોઈએ કોઈ જ દિવસ “કાશ” શબ્દ નો ઉપયોગ કરવાની જરૂર પડે! આજે શોખ પૂરા કરવાનો સમય મળી ગયો છે, તો તે સમયે શોખ પુરા કરવા જોઈએ! આજે મિત્રો સાથે બેસીને ગપ્પા મારવા માટે સમય મળી ગયો છે, તો તે સમયે શોખ પુરા કરવા જોઈએ! આજે અને અત્યારે તમે જે કરી શકો છો તો તે કામ કરવામાં સો પ્રકારનાં વિચાર કરવાં ન બેસવું જોઈએ! આજે પરીવાર માટે કઈક નવું કરી બતાવવાની ઈચ્છા છે કે જેની માટે થોડોક સમય લાગશે પણ તે કામ થઈ જશે, તો તે કામ કરવાની શરૂઆત આજથી જ કરી દેવી જોઈએ! પણ તે બધાં જ કામ કરવાં જોઈએ કે જે તમને ખુશી અને સંતોષ તો આપે જ, પણ ક્યાંક મનમાં એક ખૂણામાં એવું ન લાગવું જોઇએ કે “કાશ આ સપનું સાકાર થયું હોત તો!” કાલે તે સપનું સાકર ન થઈ શક્યું તો તેને આજે પણ તમે સાકાર કરી શકો છો.
બાકી મારી જ લખેલ કવિતાનાં શબ્દો મને અહીં પ્રસ્તુત કરવાનું મન થયું છે જે મારા લેખ સાથે અમુક અંશે બંધબેસતું છે,

“પછી પછી કરવામાં રહી જશે અને અત્યારે જ કરવામાં કામ થઈ જશે!”

“પ્લાનિંગ માં કોઈ મજા નથી બસ એક નિર્ણય લેવાથી કામ થઈ જશે!”

તો તમે નિર્ણય લેતાં શીખો કે તમારે શું કરવું છે અને તમે અત્યારે શું કરી શકો છો! એ કામ પુર્ણ થાય ત્યાં સુધી તમારાં પ્રયાસ ચાલું રાખો અને જે કાશ કહીને પાછળ મૂકી દીધું હોય તેને પણ તમે આજે પૂર્ણ કરી શકતાં હોય તો તે તમને આજનો દિવસ મળ્યો છે, તો તમારે તે પૂર્ણ કરી દેવું જોઈએ!

આ સાથે હું મારી કલમને વિરામ આપું છું, મળીશ હું નવા ટોપિક સાથે બોવ જ જલ્દી!

Artificial status: શું દેખાવો કરવા માટે ખર્ચો કરવો જરુરી છે?

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *