Banner Puja Patel

Life Dream & Way: સપનાં સાકાર કરવા માટે ઘણું બધું ઝૂનુન હોવું જરૂરી છે: પૂજા પટેલ

“સપનાં અને રસ્તા”(Life Dream & Way)

સપનાં! (Life Dream & Way) સપનાં તો સૌ કોઈ જુએ છે. ઘણાં બધાં લોકો સપનાં સાકાર પણ કરતાં હોય છે. તેની માટે દિવસ રાત એક કરી દેશે, લોહી ને પાણી એક કરી દેશે પણ સપનાં સાકાર કરશે! મનમાં એક સનક હોય છે કે ના આ સપનું તો મારે સાકાર કરવું જ છે ગમે તે થાય! પછી તે સપનાં પૂરાં કરવાનાં રસ્તા પર નીકળી પડે છે, પોતાની મંઝિલ સુધી પહોંચવા માટે!

સપનાં સાકાર કરવા માટે ઘણું બધું ઝૂનુન હોવું જરૂરી છે. ઘણી બધી મહેનત માગી લે છે, ઘણાં બધાં પરિશ્રમ કરવાં પડે છે. આ બધાંની સાથે જરૂરી છે મજબૂત મનોબળ! જો તે વ્યક્તિનું મન મક્કમ ન હોય તો તેનાં રાહમાં ઘણાં બધાં એવાં બનાવ બનવાની શક્યતા છે કે ક્યાંક તેનો સપનાંની મંઝીલનો રસ્તો જ બદલાઈ જાય અને સપનું હંમેશા સપનું જ રહી જાય. પરંતું જો તેનાં રાહમાં મુશ્કેલીઓ હશે અને તેનું મન મક્કમ હશે તો તેને માત્ર મુશ્કેલીઓનો સામનો જ કરવાનો રહેશે! સપનાંની મંઝિલ તે પામીને જ રહેશે અને સપનાને હકીકતમાં પરિવર્તિત કરીને જ રહેશે!
હવે કરું વાત સપનાં અને રસ્તાની! ઓલું કહેવાય છે ને કે “ચાહ છે તો રાહ છે!” જેને ખબર જ છે કે “મારે શું કરવું છે?” આ સવાલ નો જવાબ જેની પાસે છે તેને તો માત્ર તે જ રસ્તો અપનાવવાનો છે જે તેની મંઝિલ સુધી પહોંચવા માટે બનેલો હોય. તેને ત્યાં પણ ઘસાવવું તો પડે જ છે પણ તે તો પહેલેથી જ તેને ખબર હોય છે કે સપનાંને હકીકત બનાવવી હોય તો ઘણું બધું ઘસાવું પડે! અને આ જ રસ્તા પર તે વ્યક્તિ નવું નવું શીખતાં ઘડાતો પણ હોય છે. અહી તેનો સપનાં સાકાર થવાં તરફનો રસ્તો પણ ખૂલી જતો હોય છે. તેનો પગ પાછળ ખેંચવા વાળા પણ અહીં આ મુકામ પર મળતાં હોય છે પણ છતાંય તે હાર ન માને તો તેને આગળ વધતાં કોઈ જ નથી રોકી શકતું.
અમુક સપનાં એવાં પણ હોય છે કે જ્યાં એક હાથે તાળી નથી પડતી! તેની માટે માતાપિતા અથવા કોઈ મિત્રની જરૂર પડે છે. અને તેમનો સાથ જો મળી જાય ને તો સપનાં તરફ જતો રસ્તો જે બંધ થઈ ગયો હતો તે ખુલી જાય છે. કાંટાળી રાહ પર ચાલવું જ પડે છે જો સપનું સાકાર કરી તેને હકીકતમાં પરિવર્તિત કરવું હોય તો! પણ એ જ કાંટાળી રાહ સુધી પહોંચવા માટે પણ ઘણો બધો સંઘર્ષ કરવો પડે છે. અને આખરે તે રસ્તો પણ મળી જાય છે.
કહેવાય છે કે મન મક્કમ હોય અને ઈરાદા નેક હોય તો રસ્તામાં કોઈ પણ આવે તે તેને મંઝિલ સુધી પહોંચતા ન રોકી શકે! આપણે સાપ સીડીની રમત રમીએ અને ૯૮ પર સાપ આવે તો તેમાં વાંક તમારો નથી કે તમે ૧૦૦ સુધી ન પહોંચી શક્યા! પણ તમે તે રમત અધૂરી જ મૂકી દો તો કેવી રીતે ૧૦૦ સુધી પહોંચી શકો? ફરીથી પાસો ઉછાળો ત્યારે તો તમે ૯૯ સુધી પહોંચી જ શકો ને! પછી માત્ર આપણે ત્યાં જ સુધી પ્રયાસ કરવાનો હોય છે જ્યાં સુધી પાસા પર ૧ ન આવે! ને ૧૦૦ પર પહોંચીને આપણને રમત પૂરી કર્યાનો સંતોષ મળી રહે છે. બસ નકકી તમારે કરવું કે તમારે આગળ વધવું છે કે પછી એ વસ્તું કે પછી તે બનાવ જે તમને તમારા સપનાં સાકાર કરવાનાં રસ્તાથી દૂર કરે છે તે બનાવ પર જ અટકી જવું છે!

આ સાથે હું મારી કલમને વિરામ આપું છું મળીશ હું નવા ટોપિક પર મારાં મંતવ્ય સાથે બોવ જ જલ્દી! ✍🏻 પૂજા અનિલકુમાર પટેલ (ચીકી) અમદાવાદ

Modern Girl: મોડર્ન કપડાં પહેરવાથી નથી; વિચારોથી મોડર્ન બનવુ વધારે મહત્વનું છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *