worlds longest atal tunnel rohtang built

world’s longest atal tunnel rohtang built: 10 હજાર ફૂટની ઉંચાઈએ આવેલી અટલ ટનલ રોહતાંગને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં મળ્યું સ્થાન

world’s longest atal tunnel rohtang built: આ વિશ્વની પ્રથમ ટનલ છે જેમાં 4જી કનેક્ટિવિટી ઉપલબ્ધ કરવામાં આવી

શિમલા, 10 ફેબ્રુઆરીઃ world’s longest atal tunnel rohtang built: અત્યાધુનિક ટેક્નોલોજી વડે તૈયાર કરવામાં આવેલી ભારતની સૌથી મહત્વપૂર્ણ રણનૈતિક રીતે મહત્વની એવી અટલ ટનલ રોહતાંગનું નામ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધવામાં આવ્યું છે. સમુદ્રની સપાટીથી 10,044 ફૂટની ઉંચાઈએ આવેલી અટલ ટનલને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સે સત્તાવાર રીતે વિશ્વની સૌથી લાંબી પરિવહન ટનલ તરીકે આ બહુમાન આપ્યું છે.

આ ટનલની લંબાઈ 9.02 કિમી છે. સીમા સડક સંગઠન (બીઆરઓ)ના ડિરેક્ટર જનરલ લેફ્ટિનેન્ટ જનરલ રાજીવ ચૌધરીએ આ પુરસ્કાર સ્વીકાર્યો હતો. બીઆરઓ દ્વારા આશરે 10 વર્ષના સમયગાળામાં હિમાલયની પીરપંજાલની ચોટીઓને ભેદીને આ ટનલ બનાવવામાં આવી છે. ભારતીય અને ઓસ્ટ્રિયા કંપની સ્ટ્રોબેગ અને એફકોન એ પણ ટનલ નિર્માણમાં સહયોગ આપ્યો હતો. 

તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ વર્ષ 2002માં જનજાતીય જિલ્લા લાહૌલ-સ્પીતિના મુખ્યાલય કેલાંગ ખાતે ટનલ નિર્માણની ઘોષણા કરી હતી. તે વખતે ટનલનો ખર્ચો આશરે 1,500 કરોડ રૂપિયા આંકવામાં આવ્યો હતો. પરંતુ ટનલના નિર્માણમાં 3,600 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. અટલ ટનલ બન્યા બાદ મનાલીથી ચીનની સરહદને અડીને આવેલા લેહનું અંતર આશરે 45 કિમી ઘટી ગયું. સાથે જ આ રૂટની મુસાફરી ઓછામાં ઓછી 5 કલાક ઘટી ગઈ છે.

આ પણ વાંચોઃ Gujarat government announces new guidelines: ગુજરાત સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન, આ પ્રતિબંધો હળવા કર્યા- વાંચો વિગત

આ સાથે જ શિયાળા દરમિયાન હિમવર્ષાના કારણે બંધ થઈ જતું જનજાતીય ક્ષેત્ર લાહૌલ 12 મહિના દેશ સાથે જોડાઈ ગયું છે. વડાપ્રધાન મોદીએ 3 ઓક્ટોબર, 2020ના રોજ અટલ ટનલ રોહતાંગનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર બાદ અટલ ટનલ દેશભરના પર્યટકોની પહેલી પસંદ બની ગઈ છે. 

આ વિશ્વની પ્રથમ ટનલ છે જેમાં 4જી કનેક્ટિવિટી ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ટનલમાં દર 500 મીટરના અંતરે ઈમરજન્સી સુરંગ છે જે ટનલના બંને છેડે નીકળે છે. દર 150 મીટરે ઈમરજન્સી 4જી ફોનની સુવિધા છે. દર 60 મીટરે સીસીટીવી છે. અટલ ટનલ રોહતાંગના બંને છેડે સમગ્ર ટનલનો કંટ્રોલ રૂમ છે અને ત્યાંથી સૌ કોઈના પર નજર રાખી શકાય છે. 

Gujarati banner 01