Ayushman Bharat Yojana

Ayushman Bharat Yojana: આયુષ્માન ભારત યોજના હેઠળ કરોડો નાગરિકોને મળ્યું વિનામૂલ્યે સારવાર

Ayushman Bharat Yojana: આયુષ્યમાન ભારત યોજના હેઠળ અંદાજે 6.2 કરોડથી વધુ નાગરિકોને વિનામૂલ્યે સારવાર

અમદાવાદ, 13 જાન્યુઆરીઃ Ayushman Bharat Yojana: ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના આરોગ્યની દરકાર રાખવા અને સારવારના મસમોટા ખર્ચથી બચાવતી પ્રધાનમંત્રી આયુષ્માન યોજના સમગ્ર ભારતમાં કાર્યરત છે. આ યોજનાનું કાર્ડ કેવી રીતે બનાવી શકાય અને આ યોજના હેઠળ કોને કોને લાભ મળે તેની સંપૂર્ણ માહિતી ડોમ નંબર-૭માં આયુષ્યમાન ભારતના પેવેલિયનમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેની માહિતી માટે મુલાકાતીઓએ વ્યાપક પૃચ્છા કરી માહિતી મેળવવા ઉત્સુકતા દાખવી હતી.

પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના વિશ્વની સૌથી મોટી સાર્વજનિક સ્વાસ્થ્ય આશ્વાસન યોજના છે. આ યોજના પ્રારંભ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી આયુષ્યમાન ભારત યોજના હેઠળ 6.2 કરોડથી વધુ નાગરિકોની વિનામૂલ્યે સારવાર વિવિધ હોસ્પીટલોમાં થઈ છે.12 કરોડથી વધુ પરિવારોને આ કાર્ડ ઉપલબ્ધ કરાયા છે.

ડોમ નંબર- 7માં આ યોજનાની તમામ વિગતો ઉપલબ્ધ છે. જેમાં ઘરે બેઠા કઈ રીતે આયુષ્યમાન કાર્ડ કઢાવી શકાય અને તેનો લાભ લઈ શકાય તેની વિગતોથી મુલાકાતઓને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય મૈત્રી ક્યુબની વિગતો પણ આ ડોમમાં રસપ્રદ રીતે દર્શાવાઇ છે.

કોરોના જેવી મહામારીએ સ્વાસ્થ્ય આપદાઓ પ્રત્યે આપણું ધ્યાન કેન્દ્રિત કર્યું છે ત્યારે આ આરોગ્ય મૈત્રી ક્યુબ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ સમયે ગમે ત્યાં કોઈપણ સંજોગોમાં મોબાઈલ હોસ્પિટલ ઊભી કરવાની ક્ષમતા રાખે છે. માત્ર ગણતરીના સમયમાં 200 બેડની હોસ્પિટલ ઉભી કરવાની ક્ષમતા ધરાવતું આ આરોગ્ય મૈત્રી ક્યુબ ત્રણ વર્ષની મહેનત બાદ ભારત સરકારના ઉપક્રમ એચ.એલ.એલ લાઇફ કેર દ્વારા સંશોધિત કરાયું છે.

આ પણ વાંચો… Aadhar Card: ‘આધાર’નો સાચો આધાર જાણવા મુલાકાતીઓમાં ભારે ઉત્સાહ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો